મુંબઈ,તા.૧૫
કાલનો કડાકો પચાવીને શાનદાર તેજી સાથે માર્કેટ બંધ થયુ છે. મંગળવારે ચારેતરફ ખરીદારીનો દિવસ રહ્યો. સેન્સેક્સ, નિફ્ટી બંને ઉચ્ચતમ સ્તરને સ્પર્શી શકવા સમર્થ બન્યા, સેન્સેક્સમાં ૪૫૦ પોઈન્ટનો ઉછાળા સાથે ઈન્ડેક્સમાં ૩૬૩૦૦ના સ્તર પર બંધ થયો છે. આ બાજુ નિફ્ટીમાં ૧ ટકાનો વધારે મજબુતાઈ સાથે ૧૦૮૮૦ પર ટકી રÌš હતુ.
બેન્ક શેરોમાં ખરીદારી જાવા મળી હતી. બેન્ક નિફ્ટી ૧૫૦ પોઈન્ટ એટલેકે ૦.૬ ટકાની તેજી સાથે ૨૭૪૦૦.૭૫ના સ્તર પર બંધ થયો છે. મિડકેપ ઈન્ડેક્સમાં ૧૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.
આજના કારોબારમાં વિપ્રો, ટેક મહિન્દ્રા યશ બેન્ક અને એચપીસીએલમા સૌથી વધુ તેજી જાવા મળી હતી. તો મારૂતિ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ગેલમાં સૌથી વધુ ઘટાડો જાવા મળ્યો હતો. ઓયલ એન્ડ ગેસના શેરોમાં આજે સારો વધારો જાવા મળ્યો હતો. બીએસઈના ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં આજે ૧.૭ ટકાના વધારા સાથે માર્કેટ બંધ થયુ
આઈટી મેટલ. રિયલ્ટી અને ફાર્મા શેરોમાં આજે સૌથી વધુ તેજી જાવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં ૩ ટકાની તેજી મેટલ ઈન્ડેક્સમાં ૧.૬ ટકાની તેજી, ફાર્મા ઈન્ડેક્સમાં ૦.૯ ટકાની તેજી અને રિયલ્ટી ઈન્ડેક્સમાં ૧.૭૯ ટકા સાથે બંધ થયો છે.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સામં સેન્સેક્સમાં ૪૬૪.૭૭ પોઈન્ટ એટલેકે ૧.૩૦ ટકાની તેજી સાથે ૩૬૩૧૮.૩૩ સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના ૫૦ શેરોના પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૧૪૯.૨૦ પોઈન્ટ એટલેકે ૧.૩૯ ટકાની મજબુતી સાથે ૧૦૮૮૬.૮૦ના સ્તર પર બંધ થયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




