મુંબઈ,તા.૨૯
‘જાલી એલએલબી ૨’, ‘પીકે’ અને ‘બર્ફી’ જેવી ફિલ્મોમાં પોતા અભિનયથી લોકોનું હૃદય જીતી લેનાર અભિનેતા સૌરભ શુક્લા આ વખતે આઘાતમાં છે. સૌરભ શુક્લાની માંનું દુખદ અવસાન થયું છે. સૌરભ શુક્લાને આ ખબર ત્યાર મળી જ્યારે તેઓ શૂટિંગમાં વ્યસ્ત હતા. આ ખબરથી બોલીવુડમાં શોકનો માહોલ છવાયો છે. તમને બતાવી દઈએ કે સૌરભ શુક્લા બોલીવુડના એક એવા એક્ટર છે જેમની કોમિક ટાઇમિંગ જારદાર છે. સૌરભ શુક્લાની માંના અવસાનની માહિતી ‘મુક્કાબાજ’ના એક્ટર વિનીત કુમાર સિંહએ ટિવટર પર આપી છે.
વિનીતે ટિવટર પર એક તસવીર પોસ્ટ કરતા માહિતી આપી કે જ્યારે સૌરભને તેમના માંના નિધનની ખબર મળી ત્યારે તેમને કેવું રિએક્ટ કર્યું. વિનીતે લખ્યું કે,‘અમે લોકો શૂટ બાદ અમુક પ્લાનિંગ કરી રહ્યાં હતા ત્યારે જ આ સમાચાર મળ્યા કે સૌરભ શુક્લાની માંનું દુખદ અવસાન થયું છે. હું તેમની સાથે ખાસ્સા સમય સુધી રહ્યો. પરંતુ જ્યારે પણ તેમને લોકોએ તસવીર લેવાનું કહ્યું ત્યારે પણ તેમણે કોઈને ના નથી પાડી, વિચારો જ્યારે તેમની જગ્યાએ તમે હોત તો શું કરતા? એક એક્ટરની જિંદગી સરળ નથી હોતી.’
સૌરભની માંના અવસાનની ખબર ફેલાતા બોલીવુડના કેટલાક એક્ટર્સે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. એક્ટર મનોજ કુમારે વિનિત કુમારની પોસ્ટ શેયર કરી કહ્યું કે,‘મારી સંવેદના સૌરભ શુક્લા સાથે છે. તેમના માટે આ ખૂબજ દુખદાયી છે. ભગવાન તેમના માંની આત્માને શાંતિ આપે’. બોલીવુડ સ્ટાર્સની સાથે સૌરભ શુક્લાના કેટલાક ફેન પણ આ ખબરથી દુખી છે અમે ફેન્સ સોશિયલ મીડિયા પર ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



