મુંબઈ,તા.૨૯
ગાયક અભિનેતા ફિલ્મ સર્જક ફરહાન અખ્તરે પોતાની આગામી ફિલ્મ તૂફાનની પૂર્વતૈયારી આદરી દીધી હોવાની માહિતી મળી હતી.
આ ફિલ્મ રાકેશ ઓમપ્રકાશ મહેરાની છે. અગાઉ ફરહાને રાકેશ સાથે ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ કરી હતી જે હિટ નીવડી હતી. ફરહાને સોશ્યલ મિડિયા પરના પોતાના હેન્ડલ પર એક ટ્રેનરની સૂચના મુજબ પોતે વેઇટ લિફ્ટીંગ કરી રહ્યો હોવાની માહિતી ફોટોગ્રાફ સહિત આપી હતી.
ભાગ મિલ્ખા ભાગ વખતે ફરહાને ઓલિમ્પિયન મેરેથોન રનર મિલ્ખા સિંઘનો રોલ કર્યો હતો. તૂફાન ફિલ્મમાં એ એક બોક્સરનો રોલ કરવાનો છે. એટલે યોગ્ય વર્ક આઉટ દ્વારા તૈયાર થઇ ગયા બાદ એ બોક્સિંગની તાલીમ શરૃ કરશે એમ એની નિકટનાં સૂત્રોએ જણાવ્યું હતું.
અંજુમ રાજબલિએ તૈયાર કરેલી સ્ક્રીપ્ટ મુજબની આ ફિલ્મ તૂફાન કાલ્પનિક કથા પર આધારિત છે. એ કોઇની બાયો-ફિલ્મ નથી એવું પણ આ સૂત્રે જણાવ્યું હતું. અંજુમે સંભળાવેલી કથા ફરહાનને એટલી ગમી ગઇ કે એણે તરત હા પાડી હતી.
હાલ ફરહાન સોનાલી બોઝની ધ સ્કાય ઇઝ પિન્કન આખરી તબક્કાના શૂટિંગમાં બીઝી છે. ત્યારપછી તૂફાન શરૃ કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




