અક્ષય કુમારે પાકિસ્તાનની પ્રશંસા કરતા ટ્રોલ થયો

0
21

મુંબઈ,તા.૩૦
બોલીવુડમાં દેશભકિતનું પોસ્ટર બની ચુકેલો અક્ષય કુમાર પોતાના એક જુના વિડીયોને લઇને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે. ગત દિવસોમાં અક્ષય કુમાર દેશભકિતની ફિલ્મોને લઇને એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહ્યો છે. અક્ષયની ગત ઘણી ફિલ્મોનો કંટેન્ટ દેશભકિત પર આધારિત હતો. તેમની એક પીરિયડ ડ્રામા ફિલ્મ ‘કેસરી’ પણ આવી રહી છે જેમાં સિખ સૈનિકોની બહાદૂરીની ગાથાને દર્શાવવામાં આવી છે. તાજેતરમાં જ ‘કેસરી’ ફિલ્મનું એક પોસ્ટર રીલીઝ થયું હતુ.
જા કે હવે અક્ષય પોતાના એક જુના વિડીયોને લઇને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે. વિડીયોમાં અક્ષય પાકિસ્તાનની પ્રશંસા કરતો જાવા મળી રહ્યો છે. તે કહી રહ્યો છે કે, “પાકિસ્તાનમાં મારી ફિલ્મો સૌથી વધારે બિઝનેસ કરે છે. જેટલો પ્રેમ ત્યાંથી મળે છે, ભાગ્યે જ બીજે કિયાયથી મળે છે.” આ જુનો વિડીયો અત્યારે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. પાકિસ્તાન માટે અક્ષયે બોલેલા આ શબ્દો લોકોને પસંદ નથી આવી રહ્યા. સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે, ‘જા આ વાત શાહરૂખ, સલમાન કે આમિરે કહી હોત તો તેમની પર એન્ટી નેશનલનું ટેગ લગાવવામાં આવ્યું હોત.” તો કેટલાક લોકોએ કહ્યું કે, ‘અક્ષય કુમાર પૈસા માટે કંઇપણ કરી શકે છે.’
જા કે આ પહેલા પણ અક્ષયનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે કેનેડા ગયો હતો. વિડીયોમાં અક્ષયે કહ્યું હતુ કે, ટોરેન્ટો તેનું ઘર છે અને બોલીવુડથી રીટાયર થયા બાદ તે પોતાની સંપત્તિ સાથે કેનેડા શિફ્ટ થઇ જશે.’ અક્ષય માટે કહેવામાં આવી રહ્યું છે કે તે દેશભકિતનાં નામે ફિલ્મો બનાવી પૈસા કમાઇ રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY