મુંબઈ,તા.૫
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનું રૂટિન એમ તો ખૂબ વ્યસ્ત રહે છે, પરંતુ બંનેને જ્યારે પણ સમય મળે છે તો સાથે વેકેશન પર નિકળી જાય છે. તાજેતરમાં જ વિરાટ કોહલીએ અનુષ્કા સાથે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો. ફોટામાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની સાથે કોઇ ખૂબ નેચરલ અને ગ્રીનરી લોકેશન પર ફરતા જાવા મળી રહ્યા છે. ફોટાના કેપ્શનમાં વિરાટે બસ એટલું જ લખ્યું છે- ‘મેરી હે.’
અનુષ્કા શર્માએ પણ એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામથી શેર કર્યો છે. આ ફોટોમાં બંનેએ ટ્રેકિંગ દરમિયાન ઝાડ નીચે બેસીને આરામ કરતાં જાવા મળી રહ્યા છે. ફોટાના કેપ્શનમાં અનુષ્કા શર્માએ લખ્યું- બેસ્ટ ફ્રેન્ડસ ફોરેવર. એક બાજુ પ્રશંસકો એમના ફોટાથી ખુશ છે તો બીજી બાજુ કેટલાક લોકો આ કપલને ટ્રોલ કરી રહ્યા છે.
કેટલાક લોકો એવા પણ છે જે વિરાટ-અનુષ્કાના સતત રોમેન્ટિક ફોટોને શેર કરવા માટે ટ્રોલ કરી રહ્યા છે. લોકએ વિરાટના ફોટા પર કમેન્ટ બોક્સમાં લખ્યું હતું કે શું વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દરેક સમયે ફોટોગ્રાફરને સાથે લઇને ફરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



