વિશ્વબેન્કનો “માનવ મૂડી સૂચકાંક” પર રિપોર્ટ : ભારત ખૂબ જ પાછળ

0
5

ન્યુ દિલ્હી,તા.૧૨
વિશ્વબેન્કનો “માનવ મૂડી સૂચકાંક” પર પ્રથમ રિપોર્ટ ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે. ગુરૂવારે વિશ્વબેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટ મુજબ ૧૫૭ દેશોની હરોળમાં ભારત ૧૧૫મું સ્થાન ધરોવે છે. આ રિપોર્ટ પ્રમાણે આઘાતજનક બાબત એ છે કે માનવ મૂડી સૂચકાંકની દ્રષ્ટિએ ભારત દેશ નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને બાંગ્લાદેશ કરતા પણ પાછળ છે.
વિશ્વબેન્કના આ રિપોર્ટમાં સારી સ્વાસ્થ્ય સુવિધાઓ, શિક્ષણ અને માનવ વિકાસના સંદર્ભમાં અન્ય સારી સુવિધાઓની ઉપલબ્ધિને કારણે સિંગાપુર પહેલું સ્થાન ધરાવે છે. જેના પછી દક્ષિણ કોરિયા, જાપાન, હોન્ગકોન્ગ અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે. વિશ્વબેન્કે આ રિપોર્ટને તૈયાર કરવા માટે ૧૫૭ દેશોના આંકડોઓનું પરિક્ષણ કર્યુ હતું. આ રિસર્ચમાં બાળકોના જીવીત રહેવાની સંભાવનાઓ તેમજ સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી હતી.
ભારતે પહેલા જ વિશ્વબેન્કના રિપોર્ટનો વિરાધ કરી તેને ખોટો ગણાવ્યો હતો. કેન્દ્રના નાણા મંત્રાલયે વિશ્વબેન્કના રિપોર્ટ મામલે નિવેદન આપતા જણાવ્યું કે રિપોર્ટમાં દર્શાવામાં આવેલું ભારતનું સ્થાન માનવ મૂડીના વિકાસ માટે ઉઠાવામાં આવેલા મુખ્ય કાર્યોને દર્શાવતું નથી.
મંત્રાલય મુજબ વિશ્વબેન્કે રિપાર્ટ તૈયાર કરવા દરમિયાન ભારત સરકારનું શિક્ષા અભિયાન, આયુષ્માન ભારત કાર્યક્રમ, પ્રધાનમંત્રી ઉજ્જવળ યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના જેવી યોજનાઓને નજરઅંદાજ કરી હોવાનું જણાવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY