મુંબઇ,તા. ૧૮
આલિયા ભટ્ટે એકાએક ફિલ્મમાં કામ કરવા માટે પોતાની ફીને વધારી દેતા નિર્માતા નિર્દેશકોની પરેશાની વધી ગઇ છે. કારણ કે આલિયાને ફિલ્મમાં લેવા માટે હવે તેમને વધારે નાણા ખર્ચ કરવા પડશે.
હાલના દિવસોમાં બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી આલિયા ભટ્ટ ઉજવણી કરી રહી છે. તેમની હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ રાજી બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ છે. બોક્સ ઓફિસ પર જારદાર કમાણી કરી ગયેલી રાજીની સફળતા બાદ તે સ્ટારડમ વધી ગયા બાદ વધારે ફી લેતી સ્ટાર બની ગઇ છે. આલિયા ભટ્ટે હવે પોતાની ફી વધારી દીધી છે. એવા હેવાલ મળ્યા છે કે હજુ સુધી એક ફિલ્મમાં કામ કરવા માટે પાંચ કરોડની ફી લેનાર આલિયા ભટ્ટ હવે નવ કરોડ ફી લેવાનો નિર્ણય કરી ચુકી છે.
અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો તે હવે જે ફિલ્મ કરી રહી છે તેમાં કામ કરવા માટે તેને નવ કરોડ રૂપિયા મળી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં આશરે એક ડઝન જેટલી ફિલ્મો કરી ચુકેલી આલિયાની મોટા ભાગની ફિલ્મો સફળ રહી છે. રાજીની સક્સેસ પાર્ટી વેળા કરણ જાહરે કહ્યુ હતુ કે હજુ સુધી આલિયાએ જેટલી પણ ફિલ્મો કરી છે તેમાં માત્ર શાનદાર અપેક્ષા મુજબ સફળ રહી નથી. જાણકાર લોકોનુ કહેવુ છે કે આલિયાની ફી નક્કી કરવામાં કરણ જાહરની ભૂમિકા રહેલી છે. રાજી ફિલ્મની સફળતા બાદ કરણ જાહરે ફી નક્કી કરી છે.
સામાન્ય રીતે બોલિવુડમાં જે પણ મહિલા પ્રધાન ફિલ્મો હોય છે તે ફિલ્મોના કમાણીના આંકડા ૧૦૦ કરોડના આંકડાને પાર કરી જતા નથી. આલિયા પહેલા દિપિકા, કંગના, પ્રિયંકા ચોપડા, સોનમ કપુર અનુષ્કા શર્મા અને કેટરીના કેફ અને કરીના કપુર પણ પોતાની ફીને લઇને ચર્ચામાં રહી ચુકી છે. કંગના અને દિપિકાએ તો કેટલીક વખત ઓછી ફીને લઇને મામલો ઉઠાવ્યો છે. પદ્માવત ફિલ્મ વેળા દિપિકા ફીને લઇને ખુબ ચર્ચામાં રહી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






