અચ્છે દિન…!? જથ્થાબંધ ફુગાવો ૫.૭૭ ટકા સાથે ચાર વર્ષની ટાચે

0
82

ન્યુ દિલ્હી,તા.૧૬
હોલસેલ ફુગાવાનો દર જૂનમાં વધીને ૫.૭૭ ટકા થયો હતો જે વિતેલા ચાર વર્ષમાં સર્વોચ્ચ સ્તર છે. શાકભાજી અને ઈંધણમાં ભાવવધારાને પગલે મોંઘવારીમાં વધારો નોંધાયો છે. મેમાં જથ્થાબંધ ફુગાવાનો આંક ૪.૪૩ ટકા હતો જ્યારે ગત વર્ષે જૂનમાં દર ૦.૯૦ ટકા હતો.
મોંઘવારી દરમાં વધારો રિઝર્વ બેન્કના અંદાજ મુજબ જ છે. બેન્કે પોતાના તાજેતરના અંદાજમાં ઓક્ટોબરથી-માર્ચના છ માસમાં રિટેલ મોંઘવારી દર ૪.૭ ટકા રહેવાનું જણાવ્યું હતું.
સોમવારે જાહેર કરાયેલા ડેટા મુજબ ખાદ્યચીજા આધારિત ફુગાવો જૂન ૨૦૧૮માં ૧.૮૦ ટકા થયો હતો જે મેમાં ૧.૬૦ ટકા હતા. શાકભાજીના ભાવ વાર્ષિક ધોરણે ૮.૧૨ ટકા વધ્યા હતા. મેમાં શાકભાજીની કિંમતમાં ૨.૫૧ ટકાનો વધારો થયો હતો જ્યારે વીજળી અને ઈંધણ ક્ષેત્રનો ફુગાવો જૂનમાં ૧૬.૧૮ ટકા થયોહ તો જે મેમાં ૧૧.૨૨ ટકા હતો. વૈશ્વિક બજારોમાં ક્રૂડના ભાવમાં આવેલો ઉછાળો આના માટે કારણભૂત હતો. દરમિયાન આ ગાળામાં બટાકાની કિંમત ૯૯.૦૨ ટકા વધુ રહી હતી. અગાઉ મે માસમાં બટાકાના જથ્થાબંધ ભાવનો ફુગાવો ૮૧.૯૩ ટકા રહ્યો હતો. આ જ રીતે ડુંગળીની કિંમત જૂનમાં ૧૮.૨૫ ટકા થઈ હતી જે અગાઉના મહિનામાં ૧૩.૨૦ ટકા હતી. દાળની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો. જૂનમાં દાળની કિંમતોમાં ૨૦.૨૩ ટકાનો ઘટાડો થયો હતો. સરકારે એપ્રિલમાં જથ્થાબંધ ભાવનો ફુગાવો સુધારીને ૩.૬૨ ટકા કર્યો હતો. અગાઉ ૩.૧૮ ટકા રહેવાનો અંદાજ હતો.
ગત સપ્તાહે રિટેલ ફુગાવાના આંકડા જાહેર થયા હતા. ગ્રાહક ભાવાંક આધારિત રિટેલ ફુગાવો જૂનમાં પાંચ ટકા રહ્યો હતો જે પાંચ મહિનાનું ઊંચું સ્તર છે. ઉલ્લેખનીય છે કે મોનેટરી પોલિસી નિર્ધારિત કરવા માટે આરબીઆઈ રિટેલ ફુગાવાને ધ્યાનમાં રાખે છે.
વધી રહેલી મોંઘવારી આરબીઆઈના અંદાજ મુજબ જ છે. બેન્કે પોતાના તાજેતરના અંદાજમાં ઓક્ટોબરથી માર્ચના છ માસમાં રિટેલ ફુગાવો ૪.૭ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. અગાઉ આરબીઆઈનો અંદાજ ૪.૪ ટકા હતો. આરબીઆઈએ ધિરાણ નીતિ સમીક્ષા બેઠકમાં પ્રમુખ વ્યાજ દરોમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો હતો. આરબીઆઈએ ચાર વર્ષ બાદ વ્યાજ દર વધાર્યા હતા. આરબીઆઈની આગામી બેઠક ૩૦ જુલાઈથી ૧ ઓગસ્ટના મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY