અજમેર,તા.૬
રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગૌરવ યાત્રાના સમાપન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અજમેર પહોંચ્યા. વસુંધરા રાજેએ ૪ ઓગસ્ટે રાજસમંદથી આ યાત્રા શરૂ કરી હતી. જેનો સમાપન સમારોહમાં આજે પીએમ મોદી અજમેરના કાયડ પહોંચ્યા. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં વસુંધરા રાજેને રાજસ્થાનમાં લોકપ્રિય અને યશસ્વી મુખ્યમંત્રી ગણાવ્યા. મોદીએ ભાજપના કાર્યકર્તાઓને ઉદ્દેશીને કહ્યુ કે, હું વડાપ્રધાન દેશ અને દુનિયા માટે છું પરંતુ ભાજપ માટે તો માત્ર કાર્યકર્તા જ છું. મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યુ કે, તેઓ ૬૦ વર્ષ સત્તામાં રહ્યા બાદ વિપક્ષમાં પણ નિષ્ફળ રહ્યા છે.
મોદીએ પોતાના ભાષણમાં વોટ બેન્કના રાજકારણ પર પ્રહાર કરતા વિપક્ષી પાર્ટીઓને નિશાને લીધી. તેઓએ કહ્યુ કે, એક તરફ વોટ બેન્કનું રાજકારણ રમે છે, જ્યારે બીજી તરફ સૌનો સાથ, સૌનો વિકાસ છે. આ રાજનીતિમાં જમીન-આસમાનનો ફરક હોય છે. જે વોટ બેન્કનું રાજકારણ કરે છે, તે કિયારેક હિન્દુ-મુસ્લિમ કરે છે, કિયારે જાતિભેદ ઊભો કરે છે,કિયારેક અમીર-ગરીબ, કિયારેક વૃદ્ધ-યુવા…એટલે જ્યાં તક મળે એક બીજાને સામે કરી દો અને એકને ભેટીને રાજકારણ કરી લેશે. તોડવું સરળ હોય છે અને જાડવા માટે જિંદગી ખપાવી પડે છે અને અમે જાડનારા છીએ.
મોદીએ કહ્યુ, લોકોએ આજે રાજસ્થાનના ભવિષ્યની હસ્તરેખા લખી દીધી. હું અહીંના ભાજપ પ્રદેશ અધ્યક્ષને વિશ્વાસ આપું છું કે હું તે જ નરેન્દ્ર મોદી છું જે એક સમયે સ્કૂટર પર બેસીને સંગઠનનું કામ કરતો હતો. દેશ-દુનિયા માટે હું ભલે વડાપ્રધાન છું પરંતુ ભાજપ માટે એક કાર્યકર્તા છું. તે મુજબ પાર્ટી જે પણ જવાબદારી આપશે તેને ખંતથી પૂરો કરવાનો પ્રયાસ કરીશ.
મોદીએ વસુંધરા રાજેની ગૌરવ યાત્રા પર કÌšં, યાત્રા સરળ નથી હોતી. વિરોધી દળમાં રહીને માનસિક સંતુલન ન હોય, જે બોલવાનું હોય બોલી દીધું. ત્યારે પણ યાત્રા સરળ નથી હોતી. પરંતુ પાંચ વર્ષ સરકાર ચલાવ્યા બાદ એક-એક પૈસાનો હિસાબ આપવા માટે જનતાની વચ્ચે જવું સમર્પણ ભાવ વિના શક્્ય નથી હોતું. ભાજપ જ્યાં હોય, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે છત્તીસગઢ હોય, અમે જનતાની વચ્ચે જઈને પોતાના કામનો હિસાબ આપવામાં મોઢું નથી સંતાડતા. અમે ખોટું નથી બોલતા. અમે સર્વજન હિતાય-સર્વજન સુખાય માટે કામ કરીએ છીએ.
અગાઉ ભાજપે દાવો કર્યો હતો કે, વડાપ્રધાનની રેલીમાં ૩ લાખ લોકો ભેગા થશે, રેલીમાં સામેલ થવા માટે ખુદ વસુંધરા રાજે શુક્રવારે અજમેર પહોંચી ગયા છે. અહીં તેમણે સ્ટેજથી લઈને લોકોના બેસવા સુધીની વ્યવસ્થા તપાસી હતી. વસુંધરા રાજેએ કહ્યુ હતું કે, સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરીને જનતાને રાહત આપી છે. પીએમ મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે અને તેમના આગમનથી રાજસ્થાનના બીજેપી કાર્યકર્તાઓમાં એક નવો જુસ્સો આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




