દરેક વ્યકિતમાં એકાદી રમતનાં બીજ પડેલાં હોય છેઃ અક્ષય કુમાર

0
7

મુંબઈ,તા.૨૭
‘ભારતમાં દરેક વ્યકિતએ ઓછામાં ઓછી એકાદ રમતને અપનાવી લેવી જાઇએ. એનાથી વ્યકિતનો વિકાસ થવા ઉપરાંત રોજિંદું જીવન કંટાળાજનક બની જતું નથી. આમ તો દરેક વ્યકિતમાં એકાદી રમતનાં બીજ પડેલાં હોય છે. માત્ર એ બીજ અંકુરિત થાય એ માટે થોડી જહેમત ઊઠાવવાની જરૃર હોય છે. પરંતુ આળસ અને બેદરકારીના કારણે માણસ સ્પોર્ટની લાગણીને વિકસાવતો નથી’ એમ અક્ષય કુમારે કહ્યું હતું.
ખુદ અક્ષય કુમાર વિવિધ માર્શલ આર્ટસ્નો અભ્યાસી છે અને દેશમાં વધી રહેલા બળાત્કારના બનાવોના સંદર્ભમાં એણે કન્યાઓના સ્વરક્ષણ માટે મફત માર્શલ આર્ટસ્‌ શીખવવાના શિબિરો પણ યોજ્યા હતા.
તાજેતરમાં એણે હાકીમાં મળેલા ગોલ્ડ મેડલની કથા પર આધારિત ફિલ્મ ગોલ્ડ કરી હતી જે ૧૦૦ કરોડની આવકના આંકને વટાવી ગઇ હતી.
એણે કહ્યું હતું કે મને સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો કરવાની વધુ ગમે છે અને એમાં પણ સ્પોર્ટલક્ષી ફિલ્મ હોય તો હું પહેલી પસંદગી આપું છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY