મુંબઈ,તા.૨૦
સાઉથના મેગાસ્ટાર રજનીકાંતે કહ્યું કે મારી રજૂઆતને આરે ઊભેલી ફિલ્મ ૨.૦નો હીરો કહો કે વિલન કહો, જે કહો તે અક્ષય કુમાર છે, હું નહીં.
એસ શંકર નિર્દેશિત આ ફિલ્મ ૨૦૧૦માં રજૂ થયેલી અને સુપરહિટ નીવડેલી એન્થીરન (રોબોટ ) ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મમાં માત્ર રજનીકાંત સાથે કામ કરવા મળે એવા હેતુથી અક્ષય કુમારે રાક્ષસી લાગે એવો ગેટપ ધરાવતું પાત્ર કરવાની તૈયારી દાખવી હતી. આ પાત્રને નેગેટિવ કહી શકાય. આ પાત્રના મેકપ માટે અક્ષયે રોજ ચારથી પાંચ કલાક ધીરજભેર બેસી રહેવું પડતું. શૂટિંગ પૂરું થયા બાદ એને આ મેકપ ધોતાં દોઢેક કલાક લાગતો હતો.
રજનીકાંતે કહ્યું હતું કે આ ફિલ્મનો મદાર અક્ષય કુમાર પર છે. એ ઉત્તમ અભિનેતા છે એનો ખ્યાલ મને ફિલ્મના ડાયરેક્ટરની પ્રસંશા પરથી આવ્યો હતો. શંકર એવા કડક ડાયરેક્ટર છે જેને સહેલાઇથી કોઇ રીઝવી શકે નહીં. પરંતુ એમણે પણ અક્ષય કુમારને બિરદાવ્યો હતો. ત્યારે મને અક્ષયની ક્ષમતાનો ખ્યાલ આવ્યો હતો. એટલે હું કહું છું કે આ ફિલ્મનો હીરો કહો તો હીરો અને વિલન કહો તો વિલન અક્ષય કુમાર છે, હું નહીં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




