ઈશા-આનંદના લગ્નમાં પ્રિયંકા ચોપરા પરફોર્મ કરશે

0
8

મુંબઈ,તા.૨૦
પ્રિયંકા ચોપરા ૨ ડિસેમ્બરના દિવસે થનારા પોતાના અને નિક જાનાસના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે એક બીજા સમાચાર આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા ચોપરા ડિસેમ્બરમાં થનારા ઈશા અંબાણી અને આનંદ પીરામલના ૧૨ ડિસેમ્બરના દિવસે થનારા લગ્ન પહેલાની સંગીત સંધ્યામાં પરફોર્મ કરવાની છે.
રિપોર્ટ મુજબ સંગીત સેરેમનીમાં ઘણાં પરફોર્મન્સ હશે જેમાંથી એક પ્રિયંકા ચોપરાનું પણ હોઈ શકે છે. ઈશા અને આનંદના લગ્ન ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ થવાના છે. ઈટલીના લેક કોમોમાં ઈશા-આનંદની સગાઈ હતી હતી ત્યારે જબરજસ્ત પાર્ટી થઈ હતી. હવે માનવામાં આવે છે કે સંગીતની પણ જારદાર પાર્ટી હશે જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ હાજર રહેશે. જાકે, હજુ સુધી આ મેરેજની બહુ ડિટેલ્સ સામે આવી નથી.
પ્રિયંકા પણ જલદી નિક સાથે જાધપુરમાં લગ્નના બંધનથી બંધાવાની છે. પ્રિયંકા અને નિકના લગ્ન ૨ ડિસેમ્બર, ૨૦૧૮ના દિવસે છે પણ મહેંદી અને સંગીત જેવા ફંક્શન તો બે-ત્રણ દિવસ એડવાન્સમાં જ શરૂ થઈ જશે. રિપોર્ટ પ્રમાણે આ લગ્ન ત્રણ દિવસ ચાલશે જેમાં સંગીતનું ફંક્શન ૨૯ નવેમ્બર અને મહેંદીનું ફંક્શન ૩૦ નવેમ્બરે યોજવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY