લખનઉ,તા.૧૬
યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંગળવારે થયેલી કેબિનેટની બેઠકમાં અલ્હાબાદનું નામ બદલીને ફરીથી પ્રયાગરાજ કરી નાંખ્યુ છે. ૪૪૪ વર્ષ પછી અલ્હાબાદનું નામ બદલીને ફરીથી પ્રયાગરાજ કરવામાં આવ્યું છે. પુરાણોમાં તેનિું નામ પ્રયાગરાજ જ હતું. અકબરના શાસનકાળમાં તેને અલ્હાબાદ કરાયું હતું.
પૌરાણિક અને ધાર્મિક મહત્વને જાતા વર્ષોથી અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાની માંગ ઉઠી હતી. જા કે કોઈ તે વાતને ગંભીરતાથી લેતું ન હતું. જ્યારે માર્ચ ૨૦૧૭માં યુપીમાં યોગી સરકાર બની તો તેઓએ વાયદો કર્યો હતો અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરી નાંખવામાં આવશે. જે બાદ અનેક સંતોએ તેમને આ વાયદો યાદ કરાવ્યો. અલ્હાબાદમાં મુખ્યમંત્રીએ આ જાહેરાતના અમલની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



