ઈજાગ્રસ્ત આલિયાએ કેબલ પર જાખમી સ્ટંટ કર્યો

0
13

મુંબઈ,તા.૨૪
મેખરાની અભિનેત્રી આલિયા ભટ્ટે પોતે ઇજાગ્રસ્ત હોવા છતાં કરણ જાહરની અયાન મુખરજી નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર એક જાખમી સ્ટંટ કર્યો હોવાની જાણકારી મળી હતી.
અગાઉ બલ્ગેરિયામાં અને ત્યારબાદ મુંબઇમાં આલિયાને આ ફિલ્મના સેટ પર એક કરતાં વધુ વખત ઇજા થઇ છે. હજુ તો ચાર પાંચ દિવસ પહેલાં રણબીર કપૂર એને ફિઝિયોથેરપિસ્ટ ડાક્ટર હિમાંક્ષી બસુને ત્યાં લઇ ગયો હતો એવા ફોટોગ્રાફ્સ મિડિયામાં પ્રગટ થયા હતા.
પોતે ઇજાગ્રસ્ત હોવા છતાં આલિયાએ ગુરુવારે મુંબઇમ શૂટિંગ દરમિયાન કેબલ પર પોતાની સમતુલા જાળવીને ચાલવાનો એક જાખમી સ્ટંટ કર્યો હતો. એની સમર્પિતતા સમગ્ર યુનિટને સ્પર્શી ગઇ હતી. શોટ પૂરો થતાં એને સૌએ તાળીના ગડગડાટ દ્વારા બિરદાવી લીધી હતી.
અત્યારે આલિયા એક સાથે બે ફિલ્મો કરી રહી છે અને ઇજાગ્રસ્ત હોવા છતાં એણે એક પણ દિવસ ખાડો પાડયો નથી એમ એક સૂત્રે કહ્યું હતું . બ્રહ્માસ્ત્ર ઉપરાંત એ કરણ જાહરની જ કલંક ફિલ્મ કરી રહી છે જેમાં સિનિયર અભિનેતા સંજય દત્ત, માધુરી દીક્ષિત, સોનાક્ષી સિંહા, વરુણ ધવન વગેરે ચમકી રહ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY