કેન્સર સામે વિજય મેળવેલ અનુરાગ બસુને બિગ બીએ બિરદાવ્યા

0
9

મુંબઈ,તા.૨૪
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ફિલ્મ સર્જક અનુરાગ બસુને કેન્સર જેવા રોગ સામે લડીને વિજય મેળવવા બદલ જાહેરમાં બિરદાવ્યા હતા.
કૌન બનેગા કરોડપતિની દસમી સીઝનની પૂર્ણાહુતિ નજીકમાં છે ત્યારે બીગ બીએ અનુરાગને અનુસરીને કેન્સરથી ડરતા લોકોને હિંમતથી આ બીમારીનો સામનો કરવાની હાકલ કરી હતી.
કૌન બનેગા કરોડપતિની દસમી સીઝનમાં આમિર ખાન, અનુષ્કા શર્મા, કાજાલ, વગેરેએ હાજર રહીને કેટલીક સ્વૈસ્છિક સંસ્થાઓ (એનજીઓ)ને માતબર મદદ કરી હતી. એ વાતને પણ અમિતાભે બિરદાવી હતી.
આ ટીવી શો ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબો સમય ચાલેલો અને સૌથી લોકપ્રિય નીવડેલો શો છે. એમાં સ્પર્ધક સાથે સંવાદ સાધવાની એ શોને વધુ આસ્વાદ્ય બનાવવાની અમિતાભની હથોટી પણ કામ કરી ગઇ છે. અગાઉ આ શોના એન્કર તરીકે અન્ય કલાકારો પણ પ્રયાસ કરી ચુકવ્યા હતા પરંતુ અમિતાભ જેવી નિપુણતા એ લોકો દાખવી શકિયા નહોતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY