અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભારતના નક્સામાંથી જમ્મ-કાશ્મીર ગાયબ..?!!

0
6

અલીગઢ,તા.૧૯
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(એએમયુ)માં એક વાર ફરી વિવાદ ઉભું થયો છે. યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નાટકના પોસ્ટરમાં ભારતના નક્શામાં જમ્મુ-કાશ્મીર સામેલ કરાયું નથી. આ પોસ્ટર પર ઉભા થયેલા વિવાદ બાદ યુનિવર્સિટી પ્રશાસને સફાઇ આપતા સંબંધિત કાર્યક્રમને આગામી આદેશ સુધી સ્થગિત કર્યું છે. સાથે જ તમામ પોસ્ટર અને હોર્ડિગને પરિસરમાંથી હટાવી લેવાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, એએમયુ કેમ્પસમાં એજ્યુકેશન સેન્ટર તરફથી એક નાટકનું આયોજન કરાયું હતું. આ નાટકના પોસ્ટર્સ પરિસરમાં લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં ભારતનો નક્શો બનાવવામાં આવ્યો હતો, જેમાં જમ્મુ-કાશ્મીરનો ભાગ ગાયબ હતો. જેને કારણે વિવાદ સર્જાયો હતો.
આ મામલે યુનિવર્સિટીના પીઆરઓ શૈફી કિદવઇએ જણાવ્યું હતું કે, ડ્રામા સોસાયટી તરફથી આ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ભારતના થયેલા ભાગલા આ નાટકનું વિષય હતું. પોસ્ટર્સ અંગે જાણકારી મળતાની સાથે યુનિવર્સિટી પ્રશાસને તરત આ અંગે પગલુ ભર્યું હતું. અમે નાટકને સ્થગિત કરીને પોસ્ટરને ખસેડી દીધા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY