હિરોશિમા,તા. ૧૪
જાપાનમાં રેકોર્ડ વરસાદ બાદ સ્થતિમાં ધીમી ગતિએ સુધારો થઇ રહ્યો છે પરંતુ હવે રોગચાળાનું સંકટ તોળાઈ રહ્યું છે. મોતનો આંકડો ૨૦૦થી ઉપર પહોંચી ચુક્યો છે અને આંકડો હજુ ઉપર જઇ શકે છે. લાપત્તા થયેલા લોકોની સંખ્યા ૩૮ હોવાથી આ લોકો જીવતા મળે તેવી શક્યતા ઓછી છે. જાપાનમાં છેલ્લા કેટલાક દશકના સૌથી વિનાશક પુર તરીકે આને જાવામાં આવે છે. અનેક મકાનો જમીનમાં ઉતરી ગયા છે અને વાહનો પણ ગરકાવ થઇ ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. લાપતા રહેલા લોકોની સંખ્યા હજુ પણ ખુબ વધારે છે. આવી સ્થતીમાં મોતનો આંકડો હજુ વધી શકે છે. લાપતા થયેલા લોકો હવે જીવિત મળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. જા કે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ફસાયેલા લોકોને બચાવી લેવા માટે ૭૦ હજાર ઇમરજન્સી વર્કરોને રોકવામાં આવ્યા છે. સુરક્ષાદળ, સેના જવાનો જે બચાવ અને રાહત કામગીરીમાં છે તેમની સંખ્યા ૭૩૦૦૦ જેટલી છે. ભારે વરસાદ બાદ હજુ પણ જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલુ છે. મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થતી છે. બચાવ અને રાહત કામગીરીમાં હેલિકોપ્ટરની સેવા લેવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં મકાનો પણ ડુબી ગયા છે. રાહત અને બચાવ કામગીરીમાં ૭૦૦થી વધારે હેલિકોપ્ટર લાગેલા છે. ફસાયેલા લોકોને સુરક્ષિત બચાવી લેવાના પ્રયાસો થઇ રહ્યા છે. પશ્ચિમી જાપાનમાં સ્થતી સૌથી વધારે ખરાબ થયેલી છે. કેટલાક ગામ પૂર્ણ રીતે ડુબી ગયા છે. કેટલાક લોકો બચવા માટે છત પર આશ્રય લઇ રહ્યા છે. ભારે વરસાદના કારણે એકાએક પુરની સ્થતી સર્જાઇ ગઇ છે. ભેખડો ધસી પડવાના બનાવો બની રહ્યા છે. ભારે વરસાદ અને પુરના કારણે આશરે ૨૦ લાખ લોકોને પ્રતિકુળ અસર થઇ રહી છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. હિરોશિમા પ્રાંતના અધિકારીએ કહ્યુ હતુ કે અમે ૨૩ કલાક બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. પાણી અને ગેસ કનેક્શન સ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ૨૦ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી ચુક્યા છે. સેંકડો મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અથવા તો નુકસાન પામી ચુક્યા છે. એક વિસ્તારમાં સતત ત્રણ કલાક સુધી વરસાદના લીધે હાલત કફોડી બની છે. હિરોસિમા સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ૫૪૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવી ચુક્યા છે. જાપાનમાં ભારે વરસાદ બાદ હવે રોગચાળાની દહેશત પણ પ્નવર્તી રહી છે. જા કે સુરક્ષા દળો અને તંત્ર દ્વારા હાલમાં લોકોને બચાવી લેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેમની પ્રથમ પ્રાથમિકતા એ છે. જાપાનમાં કેટલાક વિસ્તારોમાં લોકો હજુ પણ જળબંબાકારની સ્થતિમાં ફસાયેલા છે. ભારે વરસાદના ભારે નુકસાન થયુ છે. ચારેબાજુ તબાહીના ચિત્ર સ્પષ્ટપણે જાઇ શકાય છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે પરંતુ લાખો લોકો હજુ પણ મુશ્કેલીમાં છે. અનેક લોકો વિજળી વગર રહી રહ્યા છે. લોકોને હજુ પણ છતો પર આશ્રય લેવાની ફરજ પડી રહી છે. બચાવ અને રાહત કામગીરામાં ૭૦૦ હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. સાથે સાથે મોતનો આંકડો વધી રહ્યો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




