કાશ્મીરમાં ભારે વરસાદ, ભૂસ્ખલન: અમરનાથ યાત્રા અટવાઇ

0
16
અરૃણાચલમાં ભૂસ્ખલનથી ITBPના ચાર જવાનનાં મૃત્યુ: હિમાચલમાં હાઇવે પર 2000 વાહન ફસાયા

કાશ્મીરમાં ઝેલમ નદી ભયજનક સપાટીની નજીક પહોંચતા પૂરની એલર્ટ જાહેર

દેશભરમાં નૈઋત્યનું ચોમાસું 17 દિવસ વહેલું સક્રિય

દેશના મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદને પગલે અરૃણાચલમાં ભૂસ્ખલનમાં ચારનાં મોત થયા હતા અને અમરનાથ યાત્રામાં પણ અડચણ ઉભી થઇ હતી. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી અમરનાથ યાત્રાની ત્રીજી બેચ વારંવાર રોકવી પડી હતી. રસ્તો સાફ થયા બાદ આગળ વધી હતી. દેશમાં નૈઋત્યનું ચોમાસુ નિયત સમય કરતાં ૧૭ દિવસ વહેલું સક્રિય થયું હતું અને રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પહોંચ્યું હતું. અરૃણાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ભૂસ્ખલન થતા બસાર અકાજાન રોડ પર આઇટીબીપીના ચાર જવાનનાં મોત થયા હતા. ૨૦ આઇટીબીપી જવાનો ભરેલા વાહન પર કદાવર શીલા ખાબકી હતી. હિમાચલના મનાલી લેહ નેશનલ હાઇવે પર ભૂસ્ખલનને કારણે ૨૦૦૦ વાહન ફસાયા હતા. જમ્મુ અને કાશ્મીરમાં ઝેલમ નદી ભયજનક સપાટીએ વહેતા એલર્ટ જાહેર કરાઇ હતી. છેલ્લા ત્રણ દિવસમાં જમ્મુ શ્રીનગર હાઈવે પર ૧૩૨.૪ મી.મી. વરસાદ થયો હતો. શ્રીનગરમાં ૧૨.૬ મી.મી. વરસાદ થયો હતો. અનંતનાગમાં ૬૩.૪ અને કાઝાગુંડમાં ૫૮.૬ મી.મી. વરસાદ થયો હતો. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહલગામમાં ૨૭.૮ મીમી વરસાદ થયો હતો. ગાંગર રોડ પર ભૂસ્ખલનને કારણે ૨૬૦ કિલોમીટર લાંબો હાઇવે બંધ થતાં કાશ્મીર દેશથી વિખુટું પડી ગયું હતું. દરમિયાન આસામના છ જિલ્લામાં પૂરની સ્થિતિ વણસી હતી. લગભગ ૩૫૪૨૯ લોકોને અસર થઇ હતી. પાટનગર દિલ્હીમાં સાંજે હળવો વરસાદ થતાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા થયું હતું અને તાપમાન ઘટયું હતું. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને પગલે અમરનાથ યાત્રામાં અડચણ ઉભી થઇ હતી. વહીવટી તંત્રે ઝડપથી રસ્તા સાફ કરતાં વારંવાર અટકેલી યાત્રા આગળ વધી હતી. ૮૪૪ યાત્રિકો આજે બાલતાલથી જવાહર ટનલ પહોંચ્યા હતા. ૨૦૧૩ યાત્રિકોને ઉધમપુર પાસે રોકવામાં આવ્યા હતા. જેઓ આવતી કાલે આગળ વધશે. આજે ૧૩૦૦ શ્રધ્ધાળુએ અમરનાથના દર્શન-પૂજન કર્યા હતા.
કાશ્મીરમાં ભારે વરસાદ, ભૂસ્ખલન: અમરનાથ યાત્રા અટવાઇ
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY