અંતિમસંસ્કારમાં આવેલા ૪ લોકોના વીજળી પડતા મૃત્યુ

0
61

ઔરંગાબાદ,તા. ૨
બિહારના ઔરંગાબાદમાં એક દર્દનાક ઘટના બની છે. અહીં વીજળી પડતા સ્મશાન ઘાટમાં અંતિમસંસ્કાર કરવા માટે આવેલા ચાર લોકોના મોત થઇ ગયા હતા અને અન્ય ૧૭ લોકો ઘાયલ થયા હતા. હકીકતમાં ઔરંગાબાદના ગામ દુમુહાનમાં કૃષિ સહકારી સંઘના ચેરમેન રમેશ દુબેના અવસાન બાદ ગ્રામીણ લોકો તેમના અંતિમસંસ્કાર માટે આવ્યા હતા. આગાળા દરમિયાન સ્મશાન ઘાટમાં જ્યારે તમામ લોકો પાર્થિવ દેહને લઇને પહોંચ્યા ત્યારે જારદાર વરસાદ શરૂ થઇ ગયો હતો. દોડનગર સબ ડિવિઝનમાં પોલી અધિકારી રાજ કુમારે માહિતી આપતા કહ્યુ ઓબરા પોલીસ સ્ટેશન હેઠળ દુમુહા સ્મશાન ઘાટમાં આકાશીય વિજળી પડતા ચાર લોકોના મોત થઇ ગયા હતા. અને અન્ય ૧૭ લોકો ઘાયલ થઇ ગયા હતા. રમેશ દુબેની ચિતાને અÂગ્નદાહ આપવાની વિધી ચાલી રહી હતી ત્યારે એકત્રિત થયેલા લોકો પર વીજળી પડી હતી. જેમાં ૨૧ લોકો સકંજામાં આવી ગયા હતા. તમામને ઘાયલ હાલતમાં ઔરંગાબાદની હોÂસ્પટલમાં લઇ જવાયા હતા. જ્યાં ચાર લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જા કે ભારે વરસાદના કારણે પણ અÂગ્નદાહ વેળા અÂગ્ન બુઝાઇ ન હતી. જાણકાર લોકોએ કહ્યું છે કે, અંતિમ સંસ્કારવેળા જ જારદાર વરસાદની શરૂઆત થઇ ગઈ હતી. ચાર લોકોને હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા બાદ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર કરવા માટે ગયેલા લોકો જ મૃત્યુ પામતા આ ઘટના સમગ્ર ઔરંગાબાદમાં જાવા મળી હતી. ઔરંગાબાદના ગ્રામિણ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જનજીવન ઉપર પણ અસર થઇ હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY