અમેરિકાની હાલની સંરક્ષણ નીતિથી અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પડી

0
6

વાશિંગ્ટન,તા.૨
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રમુખ ક્રિસ્ટીન લાગાર્ડે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિરૂદ્ધ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમેરિકાની હાલની સંરક્ષણ નીતિઓથી આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પડવાની શરૂઆત થઇ ગઇ છે. આઇએમએફ મુજબ અમેરિકન નીતિઓથી આર્થિક દર નબળો પડ્યો છે.
સોમવારે વોશિંગ્ટનમાં આઇએમએફના મુખ્ય કાર્યાલય ખાતે આયોજીત કાર્યક્રમને સંબોધતા લાગાર્ડે નિવેદન આપ્યું હતું કે મુખ્ય મુદ્દો એ છે કે વાકપટુતાથી વાસ્તવિક રીતે વેપારમાં સમસ્યાઓ આવી રહી છે. આનાથી માત્ર વેપારમાં જ નહી પરંતુ રોકાણ અને ઉત્પાદન ક્ષેત્રે પણ નુકસાન પહોચી રહ્યુ છે કારણ કે વિશ્વસ્તરે અનિયમિતતાઓ વધવા લાગી છે.
પોતાના નિવેદનમાં લાગાર્ડેએ ચેતવણી આપી હતી કે જા આગળ પણ વર્તમાન વેપાર વિવાદ ચાલશે તો એનાથી ખાસ કરીને વિકાસશીલ દેશો ખૂબ જ પ્રભાવિત થશે. આઇએમએફએ જુલાઇમાં તારણ આપ્યું હતું કે ૨૦૧૮ અને ૨૦૧૯માં આંતરરાષ્ટ્રીય આર્થિક દર ૩.૯ ટકા રહેશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને લઇને ભવિષ્યનું અનુમાન ઓછું પણ આવી શકે છે.
હવે પછીના રિપોર્ટની જાહેરાત ૮ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન આઇએમએફ અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠકમાં કરવામાં આવશે. જે ઇન્ડોનેશિયા ખાતે યોજવામાં આવશે. આઇએમએફનો એક રિપોર્ટ એમ પણ જણાવે છે કે આંતરરાષ્ટ્રીય આર્થિક દર ૨૦૧૧પછીના તેના સૌથી ઉંચા સ્તરે યથાવત રહેશે.:

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY