વોશિંગ્ટન,તા.૭
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પના નજીકના બ્રેટ કાવાનાહ સુપ્રીમ કોર્ટના જજ તરીકે પંસદ પામ્યા છે. સેનેટમાં કાવાનાહ ભારે મુકાબલામાં પસંદ થયા છે. સદન તેમને લઇને વહેંચાયેલું નજર આવ્યું હતું. તેમને ૫૦ વોટ મળ્યા જ્યારે તેમના વિરોધીને ૪૮ વોટ મળ્યા હતા. તેઓ જજ એન્થની કેનેડીનું સ્થાન લેશે. જેમણે આ વર્ષે સેવાનિવૃત્તિની જાહેરાત કરી હતી.
કાવાનાહનું ચૂંટાવવું ટ્રમ્પ અને તેમની પાર્ટી માટે છ નવેમ્બરે થનારી મધ્યાવધિ ચૂંટણીને ધ્યાનમાં રાખતા મોટી રાજનીતિક જીત છે.
ઉલ્લેખનીય છે કે, કાવાનાહ ઉપર અનેક મહિલાઓએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. તેમના ઉપર સૌથી પહેલા આરોપ લગાવનારી પ્રોફેસર ક્રિસ્ટીન બ્લાજી ફોર્ડે સેનેટની ન્યાયિક સમિતિ સમક્ષ પોતાનો મુદ્દ રાખ્યો હતો.
તેમણએ આરોપ લગાવ્યો હતો કે, ૩૬ વર્ષ પહેલા કાવાનાહે સ્કૂલ પાર્ટીમાં તેમના કપડા ઉતારવાની કોશિશ કરી હતી. ત્યારબાદ બે અન્ય મહિલાઓએ પણ તેમના ઉપર આરોપ લગાવ્યો હતો.
ત્યારબાદ તેમનું નામ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. કાવાનાહએ સેનેટ સામે પોતાના નિવેદનમાં આ આરોપોનું ખંડન કર્યું હતું. એફબીઆઇએ પોતાની તપાસમાં કાવાનાહને કિલન ચીટ આપી હતી. ટ્રમ્પે કાવાનાહના ચૂંટાવા પર ખુશી વ્યક્ત કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





