‘જન્નત એ મિલન’નું પોસ્ટર રિલિઝ થયું

0
7

મુંબઈ,તા.૩૧
ફિલ્મ નિર્માત્રી હેમલતા વૈદ્ય અને પૂજા વૈદ્યની આગામી ફિલ્મ જન્નત એ મિલનનું તાજેતરમાં પાટનગર નવી દિલ્હીમાં પોસ્ટર રિલિઝ કરાયું હતું.
ઋષભ ઇન્ટરનેશનલ દ્વારા બનાવાયેલી આ ફિલ્મમાં નવોદિત કલાકારો ચમકી રહ્યાં છે. હેમલતા વૈદ્યે કહ્યું કે અમે આજના ટીનેજર્સને આકર્ષેએ રીતે એક લવ સ્ટોરી રજૂ કરી છે. આ ફિલ્મમાં પાંચ ગીતો છે અને પ્રેમમાં વિશ્વાસઘાત થાય ત્યારે વ્યકિત ભીતરથી કેવી ભાંગી પડે છે એ પણ અમે આ ફિલ્મમાં દેખાડયું છે. ટૂંક સમયમાં અમે મુંબઇમાં પણ આ ફિલ્મ લોંચ કરવાના છીએ.
ઋષભ ઇન્ટરનેશનલે વી ફોર પ્રોડક્શન્સની ભાગીદારીમાં આ ફિલ્મ બનાવી છે. પીવીઆર સિનેમાઝ અને વકાઉ દ્વારા ડિસેંબરમાં આ ફિલ્મ દેશભરનાં થિયેટરોમાં રિલિઝ કરાશે. આ ફિલ્મના ડાયરેક્ટર રાઘવે કહ્યું હતું કે આ માત્ર લવ સ્ટોરી નથી. એમાં સસ્પેન્સ પણ છે અને અમે આખી વાતને એવી રીતે રજૂ કરી છે કે આજની પેઢીને આ ફિલ્મ જાવી ગમશે. અમે મનોરંજનની સાથોસાથ એક સંદેશ વણી લેવાનો પણ પ્રયાસ આ ફિલ્મમાં કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY