અભિનેતા તરીકે નિષ્ફળ ઇમરાન ખાન હવે ડાયરેક્ટર બનશે

0
31

મુંબઈ,તા.૧૫
હવે ઇમરાન ખાન કમબેક કરી રહ્યો છે પરંતુ અભિનેતા તરીકે નહીં, ડાયરેક્ટર તરીકે એ પહેલી ફિલ્મ લઇને આવી રહ્યો છે. એની આ ફિલ્મનું ટાઇટલ છે ‘મિશન માર્સ : કીપ વાકિંગ ઇન્ડિયા’. જા કે આ ફિલ્મ ફિચર ફિલ્મ નથી, ટૂંકી ફિલ્મ છે. પોતાના આ કાર્ય વિશે બોલતાં એણે કહ્યું, ‘ડાયરેક્ટર તરીકે બની રહેલી ફિલ્મ મારું માનસ સંતાન હશે, સારું બને કે ન બને, પરંતુ એમાં હું સંપૂર્ણપણે સ્વતંત્ર હોઇશ એટલે મારે બીજા કહે એમ
કરવાનું રહેતું નથી. બીજાના ઇશારે કામ કરવાનું નથી. સફળ ન પણ થાઉં તો મારે મારી જાતને ઠપકો આપવાનો છે. સફળ થાઉં તો મારે મારો ખભો થાબડવાને છે. એટલે થોડીક ફિલ્મોમાં અભિનય કર્યા બાદ હવે હું પોતે ફિલ્મ સર્જક બની રહ્યો છું.’
અભિનેતા તરીકે એની છેલ્લી ફિલ્મ હતી ૨૦૧૪માં રજૂ થયેલી કટ્ટી બટ્ટી. બોક્સ આૅફિસ પર આ ફિલ્મનો ધબડકો વળી ગયો હતો. એ અંગે પૂછતાં એણે કહ્યું કે માત્ર કટ્ટી બટ્ટીની વાત નથી. બીજી પણ કેટલીક ફિલ્મો મેં એવી કરી જે મારી દ્રષ્ટિએ સરસ હતી પરંતુ દર્શકોએ એને નકારી કાઢી હતી. મારી ભૂલો માટે હું બીજાને દોષ દેવામાં માનતો નથી. મારી ભૂલો માટે હું પોતે જવાબદાર છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY