#Me Too વિવાદ : મંત્રી એમ.જે.અકબરે આપ્યું રાજીનામું!!

0
10

ન્યુ દિલ્હી,તા.૧૪
યૌન શોષણના આરોપનો સામનો કરી રહેલા કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરે રાજીનામું આપી દીધાના સમાચાર છે. સરકાર સાથે જાડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંત્રી એમ.જે.અકબરે ઇ-મેઇલ કરીને પોતાનું રાજીનામું આપી દીધું છે. અકબર મોદી સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી છે. તેઓ રવિવારે સવારે જ વિદેશ પ્રવાસથી ભારત પરત ફર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજીનામું આપ્યા બાદ તેમણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મળવા માટેનો સમય માંગ્યો છે.
નાઇજીરીયાના પ્રવાસેથી પરત ફરેલી મંત્રી અકબરે પ્રિન્સિપાલ સેક્રેટરી ન્રૂપેન્દ્ર મિશ્રાને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે #Me Too ચળવળ હેઠળ વિવિધ મહિલાઓએ મંત્રી સામે કરેલી શારીરિક શોષણની ફરિયાદ બાદ મંત્રીનો પક્ષ લેવાનું કામ મુશ્કેલી બની ગયું હતું. મંત્રી સામે સાહિત્ય, મનોરંજન, પત્રકારત્વ, જાહેરાત, વગેરે ક્ષેત્રની મહિલાઓએ આક્ષેપ લગાવ્યા છે. સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે અન્ય મંત્રીઓ સતત એવી ફરિયાદ કરી રહ્યા હતા કે તેમને જાહેર કાર્યક્રમોમાં એમ.જે. અકબર અંગે સવાલ પૂછવામાં આવી રહ્યા છે.
અકબર પર સૌ પહેલા પ્રિયા રામાની નામની પત્રકારે આક્ષેપ લગાવ્યો હતો. ગયા વર્ષે એક મેગેઝિમાં એમ.જે. અકબરનું નામ લીધા વગર તેણીએ એક લેખ લખ્યો હતો. ગયા અઠવાડિયે પ્રિયાએ જાહેરાત કરી હતી લેખમાં જે વ્યકિતની ઓળખ છૂપાવવામાં આવી હતી તે એમ.જે.અકબર હતા.
નોંધનીય છે કે એમ.જે અકબર બીજેપી તરફથી રાજ્યસભાના સભ્ય તેમજ કેન્દ્રમાં રાજ્ય વિદેશ મંત્રી છે. રાજકારણ પહેલા તેઓ પ્રસિદ્ધ અખબાર ધ ટેલિગ્રાફ, એશિયન એજ અને ધ સન્ડે ગાર્ડિયન જેવા અખબારના તંત્રી રહી ચુકવ્યા છે.
મોદી કેબિનેટના કદ્દાવર સભ્ય પર લાગેલાં આરોપો પછી સરકાર અને ભાજપ બેકફુટ પર છે. ૧૨ ઓક્ટોબરે અમિત શાહને આ અંગે સવાલ પૂછાયો તો તેઓએ કહ્યું કે જાવું પડશે કે આરોપો સાચા છે કે ખોટા. અમિત શાહે કહ્યું હતું કે પોસ્ટની સાત્યતાની તપાસ પણ જરૂરી છે, જેમના દ્વારા આરોપો લગાવવામાં આવ્યાં છે. જા કે બાદમાં તેઓએ એમ પણ કહ્યું હતું કે આ અંગે વિચારીશું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY