કુઆલાલામ્પુર,તા.૧૪
ભારતમાં જેમ આધારકાર્ડ સિસ્ટમ બનાવવામાં આવી છે એવી જ રીતે મલેશિયા તેના દેશમાં આવી સિસ્ટમ ઉભી કરવા માંગે છે અને ગરીબ માણસો માટે વિવિધ યોજનાને લોકો સુંધી પહોંચાડવાની પદ્ધતિમાં બદલાવ લાવવા માંગે છે. આધાર કાર્ડ સિસ્ટમ દ્વારા ભ્રષ્ટાચાર દૂર કરવા માંગે છે.
મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોંદીએ મલેશિયાની મુલાકાત લીધી હતી અને આધાર કાર્ડ જેવી સિસ્ટમ મલેશિયામાં ઉભા કરવા માટે ભારત મદદ કરશે તેવી ખાતરી આપી હતી.
આ પ્રોજેક્ટનાં ભાગરૂપે મલેશિયાનું એક પ્રતિનિધીમંડળ ભારત દેશનાં પ્રવાસે આવ્યું હતું અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, નાણા મંત્રાલય, માનવ સંશાધન મંત્રાલય વગેરેની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન, મલેશિયાનાં પ્રતિનિધીઓ દ્વારા એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, ભારતમાં જે આધારકાર્ડ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે તે સિસ્ટમ મલેશિયા અપનાવી શકે નહીં.
મલેશિયાનાં પ્રતિનિધીઓએ કહ્યુ કે, મલેશિયામાં આ નવી સિસ્ટમનો વિરોધ ન થાય અને બધાને અનુકૂળ આવે તેવી સિસ્ટમ અપનાવવા માટે વિચારણા કરવામાં આવશે અને આધારકાર્ડને બેંક કાર્ડ સાથે પણ જાડવામાં આવશે. મલેશિયા દેશમાં નાગિરકોની માહિતી સાથેનાંઆઇડીઇએનટી કાર્ડ વર્ષોથી અમલમાં છે જ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



