સોનાક્ષીના સેટ પર સિક્યોરિટી વધારાઈ

0
8

અમૃતસર,તા.૨૭
ફૂક્રેના ડાયરેક્ટર મૃગદીપ સિંઘની આગામી અનટાઇટલ્ડ ફિલ્મના સેટ પર સિક્્યોરિટી વધારવામાં આવી હોવાની માહિતી મળી હતી.
આવું કરવા પાછળનું કારણ સમજાવતાં મૃગદીપ સિંઘના પ્રવક્તાએ કહ્યું કે ગયા સપ્તાહે પંજાબના અમૃતસર શહેરના એક વિસ્તારમાં રાત્રે શૂટિંગ થઇ રહ્યું હતું ત્યારે કોણ જાણે શી રીતે, સોનાક્ષીના ચાહકોને ખબર પડી ગઇ કે હુસૈનપુરા વિસ્તારમાં સોનાક્ષી સિંહા અને બાદશાહ શૂટિંગ કરી રહ્યા છે. ગણતરીની મિનિટોમાં ટોળે ટોળાં ઉમટી પડયા. બધાંને સોનાક્ષી કે બાદશાહ સાથે સેલ્ફી લેવી હતી.
‘આવું કંઇ થશે એવી તો ડાયરેક્ટરને કલ્પના પણ નહોતી એટલે મિનિમમ સિક્્યોરિટી વ્યવસ્થા રાખી હતી. મોટું ટોળું આવી પડતાં શૂટિંગ અટવાઇ પડયું અને વ્યવસ્થા જાળવતાં યુનિટ મેમ્બર્સે નાકે દમ આવી ગયો’ એમ આ પ્રવક્તાએ કહ્યું હતું.
અગાઉ જે દસ માણસોની સિક્યોરિટી રાખી હતી અને બદલે પછી ત્રીસેક જવાનોની સિક્્યોરિટી રાખવાની ફિલ્મ સર્જકને ફરજ પડી હતી એમ પણ આ પ્રવક્તાએ કહ્યું હતું.
ફિલ્મ સર્જકે સ્થાનિક પોલીસની પણ મદદ મેળવી હતી.

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY