મુંબઈ,તા.૨૭
દેશના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માની બાયો ફિલ્મ વીકી કૌશલ કરી રહ્યો નથી એવી સ્પષ્ટતા વીકીના પ્રવક્તાએ કરી હતી.
સૌથી પહેલાં આ ફિલ્મ આમિર ખાનને આૅફર કરાઇ હતી. આમિરે ઠગ્સ આૅફ હિન્દુસ્તાનને પૂરતો સમય આપવાની ઇચ્છાને કારણે રાકેશ શર્માની બાયો-ફિલ્મ સેલ્યુટ સ્વીકાર્યા પછી પાછળથી ના પાડી હતી. એના સ્થાને શાહરુખ ખાન આવ્યો હતો. શાહરુખની ઝીરો પીટાઇ ગયા પછી શાહરુખે કોઇ નવા પ્રયોગો કરવાનો વિચાર પડતો મૂક્્યો અને આ બાયો-ફિલ્મ કરવાની પણ ના પાડી દીધી.
ત્યારબાદ એવી વાતો ઊડી હતી કે ઊરી ફેમ વીકી કૌશલ આ ફિલ્મ કરી રહ્યો છે. શાહરુખ ખાનના સ્થાને વીકી કૌશલને લેવામાં આવ્યો છે એવા અહેવાલો પણ પ્રગટ થયા હતા.
આ અહેવાલને રદિયો આપતાં માહિતગાર વર્તુળોએ (જી.એન.એસ) કે વીકી બધી રીતે ફિટ અને પ્રતિભાવાન હોવા છતાં એને આ ફિલ્મની આૅફર કરાઇ નથી. આ અંગે પ્રગટ થયેલા અહેવાલો નરી કલ્પના છે. સમર્થનવિહોણા એક અહેવાલ મુજબ વીકીને આ ફિલ્મની આૅફર કરાઇ હતી પરંતુ એણે હજુ હા પાડી નથી કારણ કે એની પાસે હાલ પૂરતી ફિલ્મો છે એટલે તારીખોનો ક્લેશ થવાની પૂરી શક્યતા છે. કેટલાક લોકો વળી એવું માને છે કે શાહરુખ કદાચ પોતાનો નિર્ણય બદલે પણ ખરો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



