ન્યુ દિલ્હી,તા.૨૮
રાજ્યસભાના સાંસદ અમર સિંહ અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. અમર સિંહ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરી રહ્યાં છે. અમર સિંહે આ બાબતની જાહેરાત કરતા કહ્યું છે કે, તેઓ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સાથ અપાશે, જાકે તેઓ ભાજપમાં શામેલ નહીં થાય.
તે દરમિયાન અમર સિંહે આઝમ ખાન પર જારદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, જા કોઈ એવી શોધ થાય તો મુલાયમ સિંહ યાદવના દત્તક પુત્ર આઝમ ખાનને ખોટું બોલવાનો એવોર્ડ મળી શકે.
તેમણે કહ્યું હતું કે, મુલાયમ સિંહ જેવા શિલ્પકાર જ્યારે આઝમ જેવા લોકોને મહત્વ આપે છે ત્યારે મુઝફ્ફરનગર જેવા દંગાઓ થાય છે અને સેફૈઈમાં મલ્લિકા શેરાવત ડાંસ કરે છે.
અમર સિંહે સમાજવાદી પાર્ટીને નમાજવાદી પાર્ટી ગણવી એમ પણ કહ્યું હતું કે, આ સરકારે ખુલ્લી છુટ આપી હતી, ત્રણ પેટા ચૂંટણી શું જીતી ગયાં તેમને દિકરીઓ પર તેજાબ ફેંકવાનું લાઈસેન્સ મળી ગયું. અમર સિંહે કહ્યું હતું કે, ભારત માતાના ડાકણ કહેનારા આઝમ ખાન ભારતમાં કેમ રહે છે?
અમર સિંહે અખિલેશ યાદવને પણ હડફેટે લેતા કહ્યું હતું કે, તેઓ કહે છે કે, વિષ્ણુ મંદિર બનાવશે, તો રામ પણ વિષ્ણુનો જ અવતાર છે. આઝમ ખાનને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, હજી પણ જા આઝમ ખાનની તરસ ના છુપાઈ હોય તો હું ૩૦ તારીખે આવી રહ્યો છું. ૧૨ વાગ્યે હું ત્યાં જ ગેસ્ટ હાઉસમાં આવીશ, મારી કુરબાની લઈ લો પણ માસૂમ દિકરીઓને છોડી મુકો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




