સેનાએ રોહિંગ્યા મુસલમાનોની હત્યા-યૌનશોષણ કર્યું : યુએન

0
12

ન્યુયોર્ક,તા.૨૮
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના ફેક્ટ ફાઇન્ડિંગ મિશનના એક રિપોર્ટમાં મ્યાનમારની સેના પર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે સેનાએ રોહિંગ્યા મુસલમાનોની હત્યા કરી તેમને જેલમાં નાખ્યા અને તેમનું યૌનશોષણ કર્યું. પરિણામે મ્યાનમારના સેના અધિકારીઓ પર નરસંહારનો કેસ ચાલવો જાઇએ. રિપોર્ટ પ્રમાણે, “મ્યાનમારની મિલિટ્રી ગમે ત્યારે લોકોને
આભાર – નિહારીકા રવિયા મારી નાખવા, મહિલાઓ સાથે દુષ્કર્મ કરવું, બાળકોની હત્યા અને આખા ગામને બરબાદ કરી નાખવાની સ્પષ્ટતા ના કરી શકે. રખાઇન રાજ્યમાં મ્યાનમાર સેનાનું આ રીતે વર્તવું એક રીતે સુરક્ષા માટે ખતરો છે.”
સંયુક્ત રાષ્ટ્રએ પોતાના આ રિપોર્ટને હેગ (નેધરલેન્ડ) સ્થિત ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટને સોંપી દીધો છે. સાથે જ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. રિપોર્ટમાં કમાન્ડર ઇન ચીફ સિનિયર જનરલ મિન આંગ હલેંગ સહિત ૬ મિલિટ્રી ઓફિસરોના નામ છે. રિપોર્ટ તૈયાર કરવામાં સામેલ રહેલી ઓફિસર રાધિકા કુમારસ્વામીએ સોમવારે જણાવ્યું કે, “મ્યાનમારમાં ઓફિસરોએ ઘણી ભૂલો કરી છે. તેઓ પરિસ્થિતિને કાબૂમાં કરવામાં નિષ્ફળ રહ્યા છે. અમારી પાસે એ વાતના પુરાવા છે. અમે તમામ નામો યુએન હ્યુમન રાઇટ્‌સ કમિશ્નર જીદ રાદ અલ હુસૈનને સોંપી દીધા છે.”
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, “મ્યાનમારની સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કી સરકારની પ્રમુખ હોવા છતાંપણ પોતાની તાકાતનો ઉપયોગ નથી કરી શકતી. તેમણે નૈતિકતાના ધોરણે પણ રખાઇન રાજ્યમાં બનેલી ઘટનાઓને અટકાવવાનો પ્રયત્ન ન કર્યો. મ્યાનમારમાં આશરે ૫૦ વર્ષ સૈન્ય શાસન રહ્યું. ત્યાં મિલિટ્રી કમાન્ડર્સને તમામ સત્તા મળેલી છે.
મ્યાનમાર આર્મી પોતાના પર લગાવવામાં આવેલા આ આરોપોનો ઇન્કાર કરી રહી છે. ઓફિસરોનું કહેવું છે કે ફક્ત રોહિંગ્યા આતંકીઓને નિશાન બનાવવામાં આવ્યા, જેઓ અરાકાન રોહિંગ્યા સાલ્વેશન આર્મી નામના આતંકી જૂથ સાથે જાડાયેલા છે. આ જૂથે ઘણી પોલીસ ચોકીઓને નિશાન બનાવી હતી.
ફેસબુકે સોમવારે મ્યાનમારના સેના પ્રમુખ જનરલ હલેંગ અને ત્યાંના બીજા ઘણા સૈન્ય ઓફિસરોના અકાઉન્ટ બંધ કરી દીધા. તેમની તરફથી નફરતભર્યા ભાષણ અને ફેક ન્યુઝની પોસ્ટ્‌સ કરવામાં આવી રહી હતી. યુનાઇટેડ નેશન્સે સોમવારે મ્યાનમાર આર્મીના જનરલ મિન આંગ હલેંગ સહિત અન્ય ટોચના ઓફિસરોને નરસંહારક કહ્યા હતા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY