ગાંધીનગર,તા.૧૨
સૌથી મોટી ભારતીય ડેરીમાંથી અમૂલે અમેરિકાના વિસ્કોન્સમાં ડેરી પ્લાન્ટ ખરીદ્યો છે.અમુલ ડેરીએ નવો ડેરી પ્લાન્ટ સ્થાપવા કવાયત હાથ ધરી છે.
અમેરિકાના વિસ્કોન્સમાં પહેલી ભારતીય ડેરી ખોલવામાં આવશે. અમૂલ ડેરીના અધિકારીએ કહ્યુ કે ટૂંક સમયમાં ડેરી પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. વિસ્કોન્સન અમેરિકાના કુલ ચીઝ ઉત્પાદનમાં ૨૭ ટકા ઉત્પાદન સાથે સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય ગણાય છે. અમુલ ડેરીના વાયસ ચેરમેન, ડિરેક્ટર્સે યુએસની મુલાકાત લીધી હતી. આ પહેલા અમૂલ ડેરીએ એનઆરઆઇ સાથે કરાયેલા કરાર આધારિત ન્યૂજર્સી પાસે આવેલા વોટરલૂ ખાતે ડેરી પ્લાન્ટમાં ઘી અને પનીરનું ઉત્પાદન શરૂ કર્યુ હતુ.
અમુલ ડેરીના ચેરમને રામસિંહ પરમારે જણાવ્યુ કે યુસએસમાં નવો પ્લાન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનુસાર અમે આગળ વિચારણા કરી રહ્યા છીએ. ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ગુજરાતીઓની ડિમાન્ડ વધુ રહે છે. યુએસમાં અમૂલની પેદાશો ઝડપી અને તાજી મળી રહે તે હેતુથી નવો પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





