જમ્મૂ,તા.૨૫
જમ્મ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે, જેમાં આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકી છુપાયા હોવાની આશંકા વચ્ચે આ વિસ્તારને કોર્ડન કરી સુરક્ષાદળો દ્વારા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં જમ્મુ-કાશ્મીર પોલીસ, આર્મી અને સીઆરપીએફ આજ સવારથી જ આ ઓપરેશન ચલાવી રહ્યાં છે. આ અથડામણના કારણે ઈન્ટરનેટ અને રેલવે સેવા ઠપ થઈ ગઈ છે. આ અથડામણમાં બે આતંકી ઠાર મારવામાં આવ્યાં છે.
આ વિસ્તારમાં ચાલતી અથડામણના કારણે શ્રીનગરથી બનિહાલ જતી ટ્રેન સેવા ઠપ થઈ ગઈ છે તેમજ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આજે પરોઢિયે અનંતના લાલચોક વિસ્તારમાં બોમ્બ ધડાકાનો અવાજ સંભળાતાં કેટલાક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ત્યારબાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકીઓને શોધવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે આ આતંકીઓ લશ્કર-એ-તોઇબા સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. હાલ આ વિસ્તારમાં ઈન્ટરનેટ અને રેલવે સેવા ઠપ થઈ જતાં અનેક લોકો હાલાકીમાં મુકાઈ ગયા છે.
દરમિયાન જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગઈ કાલે સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ હુમલો કરતાં સેનાનો એક જવાન શહીદ થયો છે. જ્યારે બે જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકીઓની શોધખોળ માટે સેનાએ તે વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




