મુંબઈ,તા.૨૨
૨૦૧૪ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ લોડ્ર્સના મેદાનમાં યજમાન ટીમને હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. ભારતીય ટીમે આ ઐતિહાસિક મેદાન પર ૨૮ વર્ષ પછી જીત મેળવી હતી. જાકે હવે આ ઐતિહાસિક જીત પર એક કલંક લાગી શકે છે. અલ જઝીરા ચેનવે દાવો કર્યો છે કે આ મેચ ફિક્સ હતી.
અલ જઝીરાએ એક ડોકિયુંમેન્ટ્રીમાં દાવો કર્યો છે કે આ મેચમાં સ્પોટ ફિક્સિંગ થયું હતું અને તેમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓ સામેલ હતા. જાકે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આરોપોને ફગાવી દીધા છે. અલ જઝીરા ચેનલે દાવો કર્યો છે કે ૧૫ મેચમાં ૨૬ વખત સ્પોટ ફિક્સિંગ થયું હતું. જેમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનના ક્રિકેટર સામેલ હતા.
ફક્ત ઇંગ્લેન્ડ જ નહીં ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ ઉપર પણ સ્પોટ ફિક્સિંગના આરોપ લગાવ્યા છે. આઈસીસીના રડાર પર ચાલી રહેલો કથિત મેચ ફિક્સર અનીલ મુનવરે દાવો કર્યો છે કે ૨૦૧૧થી ૨૦૧૨ દરમિયાન ૬ ટેસ્ટ, ૬ વન-ડે અને ૩ ટી-૨૦ મેચમાં ફિક્સિંગ થયું હતું.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ સ્પોટ ફિÂક્સંગના આરોપોને ખોટા ગણાવ્યા છે.જલ્દી ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ આ મુદ્દે નિવેદન જારી કરી શકે છે.
આ ડોકિયુંમેન્ટ્રીનું નામ ‘ક્રિકેટના મેચ ફિક્સર્સઃ ધ મુનવર ફાઇલ્સ’ છે. જેમાં કહેવાયું છે કે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ લોડ્ર્સ ટેસ્ટ, ૨૦૧૧માં રમાયેલ દક્ષિણ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા કેપ ટાઉન ટેસ્ટ પણ શંકાના દાયરામાં છે. ૨૦૧૧ના વર્લ્ડ કપની પાંચ મેચ અને ૨૦૧૨માં શ્રીલંકામાં યોજાયેલ ટી-૨૦ વર્લ્ડ કપમાં ત્રણ મેચમાં ફિક્સિંગનો દાવો કરવામાં આવ્યો છે. ડોકિયુંમેન્ટ્રીમાં ૨૦૧૨માં યૂએઈમાં ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાયેલ ત્રણ ટેસ્ટ મેચોમાં પણ સ્પોટ ફિક્સિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



