અનિલ કપુરે ફિલ્મ જગતમાં ૩૫ વર્ષ પૂર્ણ કર્યા : અહેવાલ

0
45
Go4wallpapers.com

મુંબઇ,તા. ૨૫
અનિલ કપુરે બોલિવુડમાં સફળતાપૂર્વક ૩૫ વર્ષ પૂર્ણ કરી લીધા છે. અનિલ કપુરે બોલિવુડમાં અનેક પ્રકારની ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી છે. તે સુપરસ્ટાર તરીકે રહ્યો છે. આટલા વર્ષોના ગાળા બાદ પણ તે લોકોમાં લોકપ્રિય છે. હાલમાં રજૂ કરવામાં આવેલી રેસ-૩ ફિલ્મમાં તે જોરદાર રોલ કરી ગયો છે. ફિલ્મમાં તે મુખ્ય વિલનના રોલમાં હતો. ફિલ્મ સમગ્ર વિશ્વમાં ૨૭૦ કરોડથી વધારેની કમાણી કરી ચુકી છે. અનિલ કપુરે ૨૩મી જુનના દિવસે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ૩૫ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધા છે. ટ્‌વીટ કરીને અનિલ કપુરે સિનેમામાં પોતાના સ્વર્ણિમ સફરની યાદ તાજી કરી છે. અનિલ કપુર હાલમાં રજૂ કરવામાં આવેલી રેસ-૩ ફિલ્મને લઇને ખુબ ખુશ છે. કારણ કે ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી રહી છે.અનિલ કપુરે ટ્‌વીટર પર લખ્યુ છે કે ૩૫ વર્ષના ગાળા દરમિયાન અનેક યાદગાર ભૂમિકાની યાદ તાજી થઇ છે. આગળ વધવાના અનેક મૌકા મળ્યા હતા. અનિલ કપુર કહે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કરતા પહેલાની તેની લાઇફ અંગે તેને યાદ નથી. કારણકે તે સિલ્વર સ્ક્રીન પર જ જીવવાની શરૂઆત કરી હતી. પોતાના સપનાના પૂર્ણ કરવા બદલ ખુશ હોવાની વાત કરી હતી. અનિલ કપુરે પોતાની ૩૫ વર્ષની ફિલ્મી કેરિયરમાં અનેક યાદગાર ફિલ્મો કરી છે. જેમાં વો સાત દિન, મશાલ, મેરી જંગથી લઇને રામ લખન, બેટા, દિવાના મસ્તાના, નાયક, સ્લમડોગ મિલિયોનેર અને રેસ-૩ ફિલ્મનો સમાવેશ થાય છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો આવનાર દિવસોમાં તે એશ્વર્યા રાય બચ્ચનની સાથે ફન્ને ખાન ફિલ્મમાં નજરે પડશે. આ ઉપરાંત તે ટોટલ ધમાલ તેમજ એક લડકી કો દેખા તો એસા લગા નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. અનિલ કપુર હજુ પણ સૌથી લોકપ્રિય સ્ટાર પૈકીના એક તરીકે રહ્યો છે. અનેક મોટી ફિલ્મ તેના હાથમાં હોવાથી ખુબ વ્યસ્ત સ્ટાર તરીકે છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY