અનિલ કપૂરે રણવીર સિંઘને બિરદાવતાં કીસ કરી!!

0
7

મુંબઈ,તા.૬
સિનિયર અભિનેતા અનિલ કપૂરે તાજેતરમાં રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સિમ્બાના સેટ પર કલાકારોની મુલાકાત લીધી હતી અને ખાસ તો રણવીર સિંઘને બિરદાવતાં એને કીસ કરી હતી.
આ ફિલ્મ ઘણી રીતે અનોખી છે. પહેલી વાર બે ટોચના ફિલ્મ સર્જકો આ ફિલ્મથી એેક થયા છે- કરણ જાહર અને રોહિત શેટ્ટી. રોહિતે એક કમર્શિયલ કરતી વખતે રણવીર સિંઘનો તરવરાટ જાયો હતો અને એ સમયેજ કહ્યું હતું કે હું રણવીર સિંઘ સાથે એક એક્શન ફિલ્મ કરીશ.
દરમિયાન કરણ જાહરે એક સ્ક્રીપ્ટ અંગે રોહિત સાથે ચર્ચા કરતાં રોહિતે એના પરથી રણવીર સિંઘને મુખ્ય ભૂમિકામાં લઇને ફિલ્મ બનાવવાની જાહેરાત કરી.
એ ફિલ્મ એટલે સિમ્બા જેમાં રણવીર સિંઘ એક તરંગી-ધૂની સ્વભાવના મરાઠીભાષી પોલીસ અધિકારીનો રોલ કરી રહ્યો છે. બીજી બાજુ અભિષેક કપૂરની કેદારનાથ ફિલ્મ વારે વારે વિલંબમાં પડતાં નવોદિત અભિનેત્રી સારા અલી ખાનનાં માતાપિતા ચિંતામાં પડયા હતા અને સારાના પિતા સૈફ અલી ખાને કરણ જાહરની મદદ માગી હતી. કરણે સારાને સિમ્બામાં સાઇન કરી લીધી હતી.
અનિલ કપૂરે સેટ પર બધાંને બિરદાવ્યા હતા અને રણવીર સિંઘને કીસ કરી હતી. રણવીરે એ ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર શૅંર કર્યો હતો. આ બંને કલાકારોએ ઝોયા અખ્તરની દિલ ધડકને દો ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY