મુંબઈ,તા.૬
બોલીવુડ અભિનેતા દિલીપ કુમાર છાતીમાં પીડા અને ઇન્ફેક્શનને કારણે મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ છે. દિલીપ સાહેબ ૨ દિવસ સુધી હૉસ્પિટલમાં રહેશે. બોલીવુડનાં દિગ્ગજાએ દિલીપ કુમારનાં હેલ્થને લઇને ચિંતા વ્યક્ત કરી છે.
દિલીપ કુમારનાં નજીકનાં લોકોમાં સામેલ દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરે પણ તેમના સ્વાસ્થ્યને લઇને ચિંતા વ્યક્ત કરી છે. લતા મંગેશકરે ટ્વિટ માં લખ્યું કે, ‘સાયરા બીબી તમે લખ્યું છે કે યૂસુફ ભાઈહૉસ્પિટલમાં છે. આ સાંભળીને મને ઘણી ચિંતા થઈ રહી છે. હું યુસૂફ સાહેબનાં સારા સ્વાસ્થ્યની ઈશ્વરને પ્રાર્થના કરું છું.’ જા કે દિલીપ કુમારનું સ્વાસ્થ્ય બરાબર છે. દિલીપ કુમારનાં ફેમિલી ડાક્ટરે આ વાતની પુષિત કરી છે. તેમણે આને રૂટીન ચેકઅપ ગણાવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે બુધવારે સાંજે દિલીપ કુમારનાં ટ્વિટરર એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યું હતુ કે, ‘સાહેબ મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ છે. છાતીમાં પીડા અને ઇન્ફેક્શનને કારણે તેમનું સ્વાસ્થ્ય સારું નહતુ. તેમનું સ્વાસ્થ્ય સારું થઈ રહ્યુંછે. તેમને તમારી દુઆઓ અને પ્રાર્થનાઓની જરૂર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




