અંકલેશ્વરના શિક્ષકો પણ ધરણામાં જોડાયા

0
8

અંકલેશ્વર, તા.૧૧
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓના પ્રશ્ને સોમવારે ધરણાં યોજવામાં આવ્યા હતા. જેમાં અંકલેશ્વરનાં ૮૦ શિક્ષકો જાડાયા હતા.
પ્રાથમિક શિક્ષકોની પડતર માંગણીઓ જેવી કે વર્ષ ૧૯૯૭ થી સળગ નોકરી ગણી તમામ લાભ આપવા ધો.૬ થી ૮નો ગ્રેડ-પે અલગથી આપવો, બિન શૈક્ષણિક કામગીરી ન સોપવી, જૂની પેન્શન યોજના લાગુ કરવી, સાતમાં પગાર પંચના તમામ લાભ આપવા સહિતની ૮ માંગણીઓ ન સંતોષાતા શિક્ષકો આંદોલનના માર્ગે વળ્યા છે. આ મુદ્દે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સોમવારે સવારે ૧૧ થી સાંજે ૪ વાગ્યા દરમિયાન ભરૂચ શક્તિનાથ સર્કલ પાસે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાન પટેલ, મંત્રી જગદીશ પટેલ સહિત ૮૦ શિક્ષકો જાડાયા હતા. તા.૧૧ થી ૧૬ દરમિયાન શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશેï. તા.૧૬મીએ ગાંધીનગર ધરણાં કાર્યક્રમમાં હાજરી આપશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY