ઝઘડીયા:
ઝઘડીયાની ૧૦૦ વર્ષ જુની દિવાન ધનજીશા હાઇસ્કુલ સફર પૂર્ણ કરી તેના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યુ છે. આગામી ૧૬ અને ૧૭ ફેબ્રુઆરીના રોજ ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. અને તેમની સાથે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેદ્રસિંહ ચુડાસમાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારશે. હાલ ઝઘડીયાની દિવાન ધનજીશા હાઇસ્કુલ સહિત સમગ્ર ગામમાં શતાબ્દી મહોત્સવની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ડીસે. ૧૯૧૩થી એ.વી. સ્કુલમાં ત્રણ ઓરડા અને ૨૨ વિદ્યાર્થીઓના સ્વરૂપે શરૂ થયેલી શાળામાં જૂન ૧૯૧૪થી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પા પા પગલે ચાલી રહેલી શાળાને સ્વ.ડો. ચિમનલાલ ગોરધનદાસ ગાંધી એ ૧૯૩૫માં મુંબઇ છોડી પોતાની જન્મભૂમિ ઝઘડીયાનું ઋણ અદા કરવા એ.વી. સ્કુલને હાઇસ્કુલમાં નિર્માણ કરવાનું સ્પપ્ન જાયું હતું. તે સ્પપ્ન પુરુ કરવા બિરલા શેઠ તરીકે ઓળખાતા સ્વ. મગનલાલ ત્રિભોવનદાસ મઢીવાલા, સ્વ. નંદકૃષ્ણ ગાંધી, સ્વ. છગનલાલ બક્ષી, સ્વ.શેઠ પિરોજશા પેસ્તનજી મહેતા, સ્વ. મનુભાઇ શાહ વગેરેના ઓની મહેનતે ૨૪ જાન્યુઆરી ૧૯૩૭ના રોજ હાઇસ્કુલ માટેના નવા મકાની શિલા રોપણ વિધિ રાજપીપલાના રાજા વિજયસિંહના હસ્તે કરવામાં આવી હતી. તેમની યાદમાં ટાવરનું નામ વિજયસિંહ ક્લોક ટાવર રાખવામાં આવ્યું હતું.
ખેડા જિલ્લાના કલેક્ટર તરીકેની ફરજ બજાવતા ધનજીશા એદલજી કોઠાવાલાને રાજપીપલાના રાજા વિજયસિંહે દિવાનની જવાબદારી સોપી હતી. દિવાન તરીકેનો હોદ્દો સંભાળનાર ધનજીશા એદલજી કોઠાવાલાએ શાળાના સમગ્ર સંકુલ માટે જમીન સંપાદન કરી બાંધકામની જવાબદારી ઉપાડી હતી. આ દિવાન ધનજીશા એદલજીએ શાળાને આપેલા અનન્ય યોગદાનના ઋણભાવને વ્યક્ત કરવા શાળાનું દિવાન ધનજીશા હાઇસ્કુલ રાખવામાં આવ્યું હતું.
આ શાળા સફળ પૂર્ણ કરી આગામી ૧૬ અને ૧૭ ફેબ્રુઆરીના રોજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ આમપ્રકાશ કોહલી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત સાંસદ મનસુખ વસાવા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, રમત-ગમત મંત્રી ઇશ્વર પટેલ, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા તથા રાજપીપલાના મહારાજ રઘુવીરસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે. શાળાના પ્રમુખ રણજીતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઉત્સવની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"