અંકલેશ્વરની ત્રણ ગ્રામ પંચાયતોની પોલીસ બંદોબસ્ત સાથે સામાન્ય ચૂંટણી યોજાઈ

0
146

અંક્લેશ્વર ,
અંકલેશ્વર તાલુકાની ૫ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં ૨ ગામ ઉછાલી અને
મોતાલી ગ્રામ પંચાયત સમરસ બની હતી. માટીએડમાં ૬ વોર્ડ બિન હરીફ થયા
હતા. તેમજ ૧ સરપંચ અને ૨ વોર્ડની ચૂંટણી યોજાઈ હતી. બોરીદ્રામાં ૧ સરપંચ
અને ૮ વોર્ડની ચૂંટણી યોજાઈ હતી.
જુના બોરભાઠા બેટ ગ્રામ પંચાયતમાં 3 વોર્ડ બિન હરીફ થયા હતા. જ્યારે
સરપંચ માટે ૩ અને ૭ વોર્ડ માટે ૧૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાયો
હતો. જ્યારે અંદાડા ગામે સરપંચ માટેની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.
ચૂંટણીની ૬ ફેબ્રુઆરીએ ગણતરી યોજવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સાથે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY