માથામાં ગંભીર ઈજાના કારણે શ્રમજીવીનું મોત
સુરત, તા.૧૬
ચીખલી તાલુકાના પાંકડા ખુંધ ગામે મોટર સાયકલ સ્લીપ થઈ જતા ચીખલીના દોણïજા ગામના શ્રમજીવી યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થતા કરૂણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના દોણજા ગામે નવાનગરમાં રહેતો કિરણ ઉર્ફે ભીખુ વિનોદભાઈ હળપતિ ઉ.વ.૨૦ ગઈકાલે રાત્રે પોતાની પલ્સર મોટર સાઈકલ નં.જીજે-૨૧-એલ-૧૯૨૯ પર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ક્યાંક જઈ રહ્ના હતો. તે દરમ્યાન ગતરાત્રે ૮.૪૦ વાગ્યે ચીખલી નજીક પોîકડા ખુંધ ગામની સીમમાં કિરણે મોટર સાયકલ પરથી કાબુ ગુમાવી દેતાં સ્લીપ થઈ જતા તે રસ્તા પર પટકાયો હતો. કિરણને માથાના ભાગે તથા મોîઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા લોહી લુહાણ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્યાન કિરણનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોîધી પીએસઆઈ જે.આર. ગામીત વધુ તપાસ કરી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



