ચાલુ ખાતાની ખોટ માટે સંપન્ન વર્ગ જવાબદાર : રાય

0
40

ન્યુ દિલ્હી,તા.૨૨
ડોલરની સરખામણીએ રૂપિયો નબળો પડવાને કારણે ભારતની કરંટ એકાઉન્ટ ડેફિસીટ (ઝ્રછડ્ઢ) એટલેકે ચાલુ ખાતાની ખોટ સરકાર માટે મોટા માથાનો દુઃખાવા સમાન છે. વસ્તુઓ અને સેવાઓની નિકાસથી વધુ આયાતની Âસ્થતિને ઝ્રછડ્ઢ કહેવામાં આવે છે. જૂન ક્વાર્ટરમાં તેમાં થોડો સુધારો જાવા મળ્યો, જે જીડીપીનો ૨.૪ ટકા હિસ્સો હતો. ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં આ જીડીપીનો ૨.૫ ટકા હતો.
જાકે રકમના મામલામાં આ ગયા વર્ષની સમાન સમયગાળાની સરખામણીએ વધારે છે. ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં કરંટ એકાઉન્ટ ડેફિસિટ ૧૫ અબજ ડાલર (અંદાજે ૧,૦૮,૩૬૦ કરોડ રૂપિયા) હતું. જે ચાલુ વર્ષે જૂન ક્વાર્ટરમાં વધીને ૧૫.૮ અબજ ડોલર (લગભગ ૧,૧૪,૧૪૦ રૂપિયા) સુધી પહોંચી ગયુ છે.
એસબીઆઈના રિસર્ચ રિપોર્ટ ઈકોરેપ મુજબ, ક્રૂડ આૅઈલની કિંમતોમાં ઉછાળો અને નિકાસમાં મધ્યમ વૃદ્ધીને કારણે વર્તમાન નાણાંકીય વર્ષમાં કરંટ એકાઉન્ટ ડેફિસિટ જીડીપીના ૨.૮ ટકા સુધી પહોંચી જશે. વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય અને નેશનલ ઈન્સ્ટિટ્યુટ આૅફ પબ્લિક ફાઈનાન્સ એન્ડ પાલીસીના ડાયરેક્ટર રતિન રાય મુજબ ઝ્રછડ્ઢ એક માળખાગત સમસ્યા છે, જેનું સમાધાન શોધવુ અત્યંત જરૂરી છે.
રાયએ આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે ઝ્રછડ્ઢમાં ગ્રોથ થવા પાછળ સંપન્ન વર્ગ જવાબદાર છે, જે ફોર વ્હીલરનો ઉપયોગ કરે છે, જે ઉચ્ચ શિક્ષણ, સિવિલ એવિએશન જેવી સેવાઓ લે છે અને મોજમસ્તી માટે યાત્રાઓ કરે છે. ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે આ વર્ગ આબાદીનો એક નાનો ભાગ છે, જેનો સમાવેશ લગભગ ૧૦ કરોડ છે.
રાય મુજબ, આર્થિક વિકાસથી તેવા ગ્રાહકોને વેગ મળે છે, જે અર્થવ્યવસ્થામાં વપરાશ મામલામાં સર્વોચ્ચ સ્થાને છે. એવા લોકોની માંગ પૂરી કરવા માટે ભારતને વધારે આયાતની જરૂર પડે છે. જાકે, આયાત વધવાથી ઝ્રછડ્ઢ પણ વધી રહ્યું છે.
ભારતીય અર્થવ્યવસ્થા અંગે રતિન રાયે કહ્યું કે ભારતનો વિકાસ વિદેશીઓની માંગનો પુરવઠો કરીને થશે નહીં, પરંતુ ભારતીયોની માંગના પુરવઠાથી થશે. તેમણે કહ્યું કે જેને કારણે કરંટ એકાઉન્ટ ડેફિસિટની સ્થિતિ થોડા સમય સુધી સારી રહેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY