મુંબઈ,તા.૧૨
અર્જુન કપુરે તેની એક પોસ્ટ પર બેહુદા કમેંટ કરનાર ટ્રોલર પર સામો જવાબ આપીને તેને બરાબર પાઠ ભણાવ્યો હતો. વાત જાણે એમ બની કે અર્જુન કપુર પોતાની આગામી ફિલ્મ નમસ્તે ઈંગ્લેંડનું પ્રમોશન કરી રહ્યો છે. જેમાં તેણે એક ફોટો પોતાનો અને સહ અભિનેત્રી પરિણિતી ચોપરાનો પોસ્ટ કર્યો હતો.
જેમાં એક ટ્રોલરે પરિણિતિને એવી કમેંટ કરી હતી કે પરિણિતી શું આ એજ અભિનેતા છે ? મને તો કોઈ આ છેડતીકરનાર લાગી રહ્યો છે?
તો તેનો જવાબ આપતાં અર્જુને કહ્યુ હતુ કે વુમન સેફટી એક એવી વસ્તુ છે જે મજાકનો વિષય નથી દરેક વ્યક્તિ એ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મજાક કોઈ ગંભીર બાબત અંગે તો નથી થઈ રહ્યો ને ? તેનાં સમર્થનમાં ઘણા લોકોએ ટ્વિટ કરી હતી.
તો તે ટ્રોલરે પણ જવાબ આપતાં કહ્યુ કે ઈટ્સ ઓકે. આ મજાક હતો અને ઘણા બોલિવુડ કલાકારો વિલનનું પાત્ર ભજવતાં જ હોય છે તેમાં આટલું સિરિયસ થવાની જરુર નથી.
નમસ્તે ઈંગ્લેંડ એ પોતાની જ ૨૦૦૭ ની હીટ ફિલ્મ નમસ્તે લંડન જેવી એક સ્ટોરી છે. જેનાં નિર્દેશક વિપુલ શાહ છે. આ ફિલ્મ માં અર્જુન કપુર અને પરિણિતી ચોપરા કામ કરી રહયા છે. તેમજ તે ૧૯ ઓક્ટોબરનાં રોજ રીલિઝ થઈ રહી છે.
અર્જુન અને પરિણીતીની એક સાથે આ ત્રીજી ફિલ્મ છે. જેમાં તેઓ સંદીપ ઔર પિંકી ફરાર ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






