ન્યુ દિલ્હી,તા.૨૩
કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશનના કારણે ત્રણ મહિના કામકાજથી દૂર રહેલા અરુણ જેટલીએ આજે નાણાપ્રધાન તરીકેનો કાર્યભાર ફરીથી સંભાળી લીધો છે. તેમની ગેરહાજરીમાં નાણાં મંત્રાલયની જવાબદારી પીયૂષ ગોયલને સોંપવામાં આવી હતી.
એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે વડા પ્રધાનની સલાહ પર ભારતના રાષ્ટÙપતિએ નાણાં મંત્રાલય અને કંપની બાબતોના મંત્રાલયનો કાર્યભાર અરુણ જેટલીને સોંપવાનો આદેશ કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં અનેક પ્રસંગોએ અરુણ જેટલીની ખોટ વર્તાઇ હતી. રાજ્યસભામાં ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીમાં જેટલી વોટ આપવા ગૃહમાં આવ્યા હતા.
જેટલી માટે ખુશખબર એ છે કે તેમણે ફરી વખત નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો તે પહેલાં જ વિદેશોમાં જમા ભારતીયોનાં કાળાં નાણાંમાં ઘટાડો થયો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



