ભૂકંપનું કેન્દ્ર તાઉમરુનુડુ વિસ્તારથી ૨૫ કિમી હતુ ન્યૂઝીલેન્ડમાં ૬.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકા : કોઈ જાનહાનિ નહિ

0
25

ઓકલેન્ડ,તા.૩૦
ન્યૂઝીલેન્ડના ન્યુ પ્લાયમાઉથમાં આજે સવારે ૬.રની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર તાઉમરુનુડુ વિસ્તારથી રપ કિ.મી. દૂર જમીન નીચે ર૦૭ કિ.મી. હતું. ભૂકંપ સ્થાનિક સમય પ્રમાણે બપોરે ૩.૧પ કલાકે આવ્યો હતો.
દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય ન્યૂઝીલેન્ડમાં લોકોએ ૧૦ સેકન્ડ સુધી આંચકા અનુભવ્યા હતા. સિવિલ ડિફેન્સ એજન્સીએ જાકે ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરી હતી.
ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ન્યૂઝીલેન્ડની સંસદ સ્થગિત કરી દેવામાં આવી હતી અને સાંસદોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભૂકંપગ્રસ્ત વિસ્તારમાંથી ૧૦ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. સદ્દનસીબે ભૂકંપના કારણે જાનમાલની કોઇ ખુવારી થઇ નથી.
જાકે એકાએક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. લોકો સલામત સ્થળો આશ્રય મેળવવા માટે ભાગતા જાવા મળ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY