ન્યુ દિલ્હી,તા.૧૯
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો લખનઉથી ચૂંટણી જીતવાનો સંબંધ તો હતો જ પરંતુ અહીંના એક મુસ્લિમ પરિવારની સાથે તેમનો વિશ્વાસ અતૂટ હતો. ઇદ પર વાજપેયીને કિમામી સેવૈયા ખવડાવનાર આ પરિવાર તેમની યાદમાં આ વખતે ઇદ મનાવશે નહીં.
ઉત્તરપ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પહેલાં મુસ્લિમ મંત્રી અને વકીલ એઝાઝ રિઝવી અને અટલ બિહારી વાજપેયી એકબીજાને દાયકાઓથી જાણતા હતા. વાજપેયીએ જ્યારે-જ્યારે લખનઉ લોકસભા સીટ પરથી ચૂંટણીનું ફોર્મ ભર્યું. તેમના તમામ કાગળિયા તૈયાર કરવાનું કામ એઝાઝ રિઝવની જવાબદારી રહેતી હતી.
૧૯૯૮ની સાલમાં એઝાઝ રિઝવીના નિધન બાદ પણ આ પરિવારની સાથે વાજપેયીનો સંબંધ અકબંધ રહ્યો અને તેમણે રિઝવીના દીકરી સીમા રિઝવીને માત્ર રાજકારણમાં આવવા માટે પ્રોત્સાહિત જ કર્યા નહીં પરંતુ મંત્રીમંડળમાં તેમના પિતાનો વારસો પણ સોંપ્યો.
રિઝવીના પત્ની અને ઉત્તર પ્રદેશ ઉર્દૂ અકાદમીના અધ્યક્ષ આસિફા જમાનીની પાસે વાજપેયીની સાથે પોતાના પરિવારના સંબંધોની યાદોનો ભંડાર છે. આ યાદોને શેર કરતાં તેમણે કહ્યું કે અટલજી અને એઝાઝની વચ્ચે મિત્રતા બહુ ઘેરી હતી. બહુ પહેલેથી બંને એકબીજાને જાણતા હતા. અટલજી લખનઉ મેલથી જ્યારે દિલ્હીથી લખનઉ આવતા હતા તો ચારબાગ રેલવે સ્ટેશન પર રિઝવી તેમને લેવા જતા હતા.
પૂર્વ વડાપ્રધાનની ઇદ સાથે જાડાયેલી પોતાની યાદોને શેર કરતાં આસિફા કહે છે કે ઇદ કે બકરીઇદ પર જા લખનઉમાં હોય તો ખોયાવાળા કિમામી સેવૈયા અમારા ઘરે ચોક્કસ ખાવા આવતા હતા. ઘરે આવતા જ હસતા હસતા કહે કે કયાં છે ભાઇ સેવઇયા જરા જલ્દી લાવો. તેઓ મારા દીકરા આસિફ અને દીકરી સીમા રિઝવીને ઇદી તરીકે એક ચાંદીનો સિક્કો આપતા હતા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



