સરપંચ પર ત્રણ યુવાનોનું ફાયરિંગ : એક ઝડપાયો

0
11

સુરત,તા.૧૯
કામરેજના ખોલવડ ગામના સરપંચ બપોરના સમયે પાનના ગલ્લા પર બેઠા હતાં. ત્યારે મોટરસાઈકલ પર આવેલા અજાણ્યા ત્રણ યુવાનોએ આધેડધડ બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. આ સમયે સરપંચે મોટરસાઈકલ પર પાછળ બેઠેલા ત્રીજા યુવકનો પગ પકડી ખેંચી પાડ્યો હતો. ફાયરિંગ થતાં જ સરપંચનો ભાઈ ઘરમાંથી મોટરસાઈકલની પાછળ દોડતા બીજા યુવાને ફાયરિંગ કર્યુ હતું. જેમાં હાથના ભાગે ગોળી વાગી જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
કામરેજ તાલુકાના ખોલવડ ગામે બજાર ફળિયામાં રહેતા અને ગામના સરપંચ હારૂનભાઈ તૈલી (૫૦) શનિવારે બપોરના ૩.૦૦ વાગ્યે ઘરની સામે નિત્યક્રમ મુજબ પાનના ગલ્લા પર જાવેદ ખાલેક, દીકરો એઝાજ તૈલી, ઈસ્માઈલ અબ્દુલ્લા દિવાન, ઈદ્રીશ દિવાન સહિત બેઠા હતાં. બધા વાતમાં મશગુલ હતાં. આ સમયે ખોલવડ બસ સ્ટેન્ડ બાજુથી એક મોટરસાઈકલ પર ત્રણ અજાણ્યા યુવાનો આવ્યા હતા. અને સરપંચ હારૂન તૈલી પર બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતાં. સરપંચ પર ફાયરિંગ થતાં જ સામે જઈ એક યુવાનનો પગ પકડી નીચે પાડી નાંખ્યો હતો.
અન્ય બે અજાણ્યા ઈસમો ભાગ્યા હતાં. આ સમયે સરપંચનો ભાઈ મહંમદ તૈલી ઘરની બહાર નીકળી મોટરસાઈકલ પાછળ દોડતાં પાછળ બેઠેલા બીજા યુવાને ફરી ફાયરિંગ કર્યુ હતું. જેમાં મહંમદ તૈલીના બાવડા પાસે ગોળી વાગી હતી. ત્યારબાદ અજાણ્યા બંને મોટરસાઈકલ સવારો ભાગી ગયા હતાં. ગોળી વાગેલા મહંમદ તૈલીને તાત્કાલિક સારવાર માટે ખોલવડની દીનબંધુ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY