દેશમાં લગભગ ૯૨ ટકા લોકો પાસે આધારકાર્ડ છે

0
48

ન્યુ દિલ્હી,તા.૧૬
આધારકાર્ડ રાખનારા ભારતીયોની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા આંકડા અનુસાર દેશમાં તેની સંખ્યા ૨૦૧૧ની વસ્તીને પાર કરી ગઈ છે. જા ૨૦૧૮માં દેશની અનુમાનીત જનસંખ્યાની તુલના કરીએ તો આજે લગભગ ૯૨ ટકા લોકો અને લગભગ બધા પુખ્તવયના લોકો પાસે આધાર છે.
અને લગભગ બધા પુખ્તવયના લોકો પાસે આધાર છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશની વસ્તી ૧૨૧.૦૮ કરોડ હતી તો આ વર્ષે ૧૫ જુલાઈ સુધી ૧૨૧.૭૫ કરોડ લોકો આધાર માટે એનરોલમેન્ટ કરાવી ચૂકયા હતા. યુનીક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયાનુ કહેવુ છે કે, અત્યારે દેશની વસ્તી ૧૩૩.૫૦ કરોડ હોવાનું અનુમાન છે. એક સરકારી અધિકારીના કહેવા મુજબ આપણી ગણતરી અનુસાર દેશના લગભગ બધા પુખ્તવયના લોકો પાસે આધાર છે. માત્ર ૩૫ લાખ સગીરો બાકી રહ્યા છે જેમણે હજુ સુધી એનરોલમેન્ટ નથી કરાવ્યું. આમાથી મોટાભાગના આસામ અને મેઘાલયના છે. જ્યાં આધારને લઈને કામ ધીમુ છે.
ઓથોરીટી હવે ૧૮થી ઓછી ઉંમરના બાળકોના એનરોલમેન્ટ ઉપર ધ્યાન આપી રહ્યુ છે. અત્યારે લગભગ ૧૨ કરોડ બાળકો પાસે આધાર નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY