સાત કંપની આઈપીઓ દ્વારા ૧૪ હજાર કરોડ ઊભા કરશે

0
70

મુંબઈ,તા.૧૬
લોઢા ડેવલપર્સ અને એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ સહિત સાત કંપનીઓના આઇપીઓ આગામી દિવસોમાં આવે તેવી શક્યતા છે. કંપનીઓ આઇપીઓ દ્વારા રૂ. ૧૪ હજાર કરોડથી પણ વધુ રકમ ઊભી કરવાની યોજના બનાવી રહી છે. નોંધનીય છે કે બુધવારે ટીસીએનએસ ક્લોધિંગનો રૂ. ૧૧૨૫ કરોડનો આઇપીઓ ખૂલી રહ્યો છે. આમ આઈપીઓ બજારમાં પણ ગરમાવો જાવા મળશે.
લોઢા ડેવલપર્સ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, નેકાંતી સી ફૂડ્‌સ, ફ્લેમિંગો ટ્રાવેલ રિટેલ, પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જિનિયસ કન્સલ્ટન્ટનો આઇપીઓ પણ ઓગસ્ટ મહિનામાં આવવાની આશા છે. કંપનીઓ લોન વિસ્તરણ, લોન ચુકવણી અને કાર્યકારી મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા આઇપીઓ લાવવાની યોજના બનાવી રહી છે.
એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ આઇપીઓ દ્વારા રૂ. ૩૫૦૦ કરોડ ઊભા કરવાની યોજના બનાવી રÌšં છે, જ્યારે ફ્લેમિંગો ટ્રાવેલ રિટેલ આઇપીઓ દ્વારા રૂ. ૨૬૦૦ કરોડ એકઠા કરશે.
નોંધનીય છે કે આ અગાઉ જાન્યુઆરીથી જૂનના છ મહિનાના સમયગાળામાં ૧૮ કંપનીઓએ આઇપીઓ દ્વારા રૂ. ૨૩,૬૭૦ કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે, જે પાછલા વર્ષ ૨૦૧૭ કરતાં વધુ છે. પાછલા વર્ષ ૨૦૧૭માં શરૂઆતના છ મહિનામાં ૧૩ કંપનીઓએ આઇપીઓ દ્વારા રૂ. ૧૨,૦૦૦ કરોડથી વધારે ઊભા કર્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY