ફિલ્મ અંધાધૂંધના પ્રમોશનમાં આયુષમાન ગેરહાજર રહેતા અનેક તર્ક-વિતર્ક શરુ

0
10

મુંબઈ,તા.૧૭
ફિલ્મ સર્જક શ્રીરામ રાઘવનની થ્રીલર ફિલ્મ અંધાધૂંધના પ્રમોશનમાં હીરો આયુષમાન ખુરાના ગેરહાજર રહેતો હોવાથી એવી વાતો ઊડી હતી કે હીરો અને હીરોઇન વચ્ચે અણબનાવ સર્જાયો છે અને બંને વચ્ચે બોલવાનો વ્યવહાર રહ્યો નથી.
જા કે શ્રીરામ રાઘવનના એક પ્રવક્તાએ ફિલ્મ સર્જકની પ્રમોશનની નવી ટ્રીક સમજાવતાં કહ્યું વાસ્તવમાં શ્રીરામ રાઘવને એક નવી યોજના વિચારી હતી. ફિલ્મની કથાના રહસ્યને અકબંધ રાખવા એમણે એવી યોજના વિચારી કે પ્રમોશનમાં ફિલ્મનાં બંને મુખ્ય પાત્રોને હાજર રાખવા નહીં જેથી એેક પ્રકારના રહસ્યની હવા સર્જાય.
જા કે એમને એવો ખ્યાલ ન રહ્યો કે આ યોજના અવળી અસર પણ કરી શકે છે. એમણે સ્પષ્ટતા કરી એ પહેલાં તો એવી વાતો વહેતી થઇ ચૂકી હતી કે ફિલ્મનાં બંને મુખ્ય કલાકારો વચ્ચે અણબનાવ થયો છે. અને બંને વચ્ચે હાય હલ્લો કરવાનો વ્યવહાર પણ રહ્યો નથી એટલે આયુષમાન ફિલ્મના પ્રમોશનમાં આવતો નથી.
શ્રીરામ રાઘવન પોતે માને છે કે પ્રમોશન વહેંચી દેવાથી કલાકારોના અહં ટકરાતા નથી. મિડિયા કોને કેટલું કવરેજ આપે છે એના આધારે ઘણીવાર કલાકારોનો અહંક્લેશ થતો હોય છે. એટલે બંને મુખ્ય કલાકારોને પ્રમોશનમાં સાથે રાખવા ન જાઇએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY