મુંબઈ,તા.૧૭
બિગબોસ ૧૨ના મંચ પર સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે ભજન સમ્રાટ અનુપ જલોટા અને જસલીન મથારુએ જાહેરમાં પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો. લાંબા સમયથી અનુપ જલોટાની શિષ્યા રહેસી ગાયિકા અને અભિનેત્રી જસલીન મથારુએ આજે બિગ બોસના મંચ પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
આ જાડીને વિચિત્ર એટલા માટે કહી શકાય કારણ કે તેમની ઉંમર વચ્ચે ૩૭ વર્ષનું અંતર છે. ૨૮ વર્ષીય જસલીન અને ૬૫ વર્ષના અનુપ જલોટા ત્રણ વર્ષથી રિલેશનશીપમાં છે.
જસલીને જણાવ્યું કે તેઓ હજુ સુધી તેમના આ રિલેશનશીપ વિશે જાહેરમાં વાત કરવા માટે તૈયાર ન હતાં પરંતુ હવે તે પોતાના પ્રેમને દુનિયાની સામે લાવવા માટે તૈયાર છે. ભજન સમ્રાટ અનુપ જલોટા તેની પહેલાં ત્રણ વાર લગ્ન કરી ચુક્્યાં છે. તેમની પહેલી પત્ની ગાયિકા સોનાલી સેઠ હતી. સોનાલી સેઠ બાદ તેમણે બિના ભાટિયા સાથે અરેન્જ મેરેજ કર્યા હતાં પરંતુ તે પછી તેમના ડાયવોર્સ થઇ ગયાં હતાં.
તે પછી તેમણે ત્રીજા લગ્ન પૂર્ન વડાપ્રધાન આઇ કે ગુજરાલની ભત્રીજી મેઘા ગુજરાલ સાથે કર્યા હતાં પરંતુ વર્ષ ૨૦૧૪માં મેઘાનું નિધન થયું હતુ. હવે અનુપ જલોટા અને જસલીન ત્રણ વર્ષથી રિલેશનશીપમાં છે.
બિગબોસ સીઝન ૧૨ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. આ શાનો પહેલો પ્રોમો સામે આવ્યો હતો.શાની લાÂન્ચંગ પહેલાં જ સામે આવેલો આ પ્રોમો ખૂબ જ શાનદાર છે. આ વીડીયો ૫૦ સેકેન્ડનો છે જેમાં હોસ્ટ સલમાન ખાન પોતાની ફિલ્મના સાન્ગ્સ પર ડાન્સ કરી રહ્યો છે. સલમાન ખાને પણ બિગબાસની તૈયારીઓનો એક વિડિયો શેર કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




