મુંબઈ,તા.૨૭
જાણીતી એક્ટ્રેસ શમા સિકંદર કરિઅરના આ તબક્કે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે બેલેન્સ રાખતા શીખી ગઈ છે. તેણે પણ તેની મીટૂ સ્ટોરી શૅર કરી હતી. જા હું એમ કહું કે, ૮૦ ટકા પુરુષોની ઊંઘ ઊડી ગઈ છે તો એ ખોટું નહીં રહે. હંમેશાથી મહિલાઓનું શોષણ થાય છે અને તેમને પ્રેશરાઇઝ્ડ કરવામાં આવે છે. હું તો આવા અનેક અનુભવોમાંથી પસાર થઈ ચૂકી છું. હું જ્યારે આ ફીલ્ડમાં આવી હતી ત્યારે મારી ઉંમર માંડ ૧૩ કે ૧૪ વર્ષ હતી. એ સમયે કોઈ ખોટા બહાને જાંઘ કે પીઠ પર હાથ ફેરવી દે તો એ સમજાતું નહોતું.
તેણે કહ્યું હતું કે, ‘હું કહેવા ઇચ્છું છું કે, વર્ષોથી એક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓનું શોષણ થાય છે. આજે આ મામલે મહિલાઓ કોઈ ડર વિના પોતાની આપવીતી કહેવા માટે આગળ આવી છે. જેના લીધે પુરુષોમાં ડર ફેલાઈ ગયો છે. જા હું એમ કહું કે, ૮૦ ટકા પુરુષોની ઊંઘ ઊડી ગઈ છે તો એ ખોટું નહીં રહે. હંમેશાથી મહિલાઓનું શોષણ થાય છે અને તેમને પ્રેશરાઇઝ્ડ કરવામાં આવે છે. હું તો આવા અનેક અનુભવોમાંથી પસાર થઈ ચૂકી છું. હું કોઈનું નામ લેવા ઇચ્છતી નથી.
મને યાદ છે કે, મારી સાથે ખરાબ બિહેવિયર થાય તો હું અવાજ ઉઠાવતી હતી ત્યારે ઇન્ડસ્ટ્રીની એક જાણીતી હેર ડ્રેસર મને કહેતી રહેતી હતી કે, આટલા નખરા ન કર, નહીં તો તને કામ નહીં મળે. મેં કોમ્પ્રોમાઇઝ કરવાની ના પાડી તો ચાર પ્રોજેક્ટ્સમાંથી મને કાઢી મૂકવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






